Site icon Revoi.in

દિલ્હીના ઉપમુખ્યમંત્રી મનીષ સિસોદીયા સામે માનહાનિનો કેસ દાખલ -આસામના CMની પત્નીએ કરી 100 કરોડની માંગણી

Social Share

દિલ્હીઃ- દેશની રાજધાની દિલ્હીના ઉપમુખ્યંમંત્રી પર માનહાનિનો કેસ દાખલ કરવામાં આવ્યો છે પ્રાપ્ત જાણકારી પ્રમાણે આસામના મુખ્યમંત્રી ડો. હેમંત બિસ્વા સરમાની પત્ની રિંકી ભુઈયા સરમાએ વિતેલા દિવસને મંગળવારના રોજ દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયા સામે માનહાનિનો કેસ દાખલ કર્યો છે.

ઉલ્લેખનીય છે કે સીએમના પત્નીએ ગુહાવટી કામરૂપ સિવિલ જજની કોર્ટમાં માનહાનિનો સિવિલ કેસ દાખલ કરતી વખતે, નુકસાન માટે 100 કરોડ રૂપિયાની માંગ  કરી છે.

ઉલ્લેખનીય છે કે આમ આદમી પાર્ટીના નેતા મનીષ સિસોદિયાએ 4 જૂનના રોજ એક પ્રેસ કોન્ફરન્સમાં આરોપ લગાવ્યો હતો કે આસામ સરકારે મુખ્યમંત્રીની પત્ની અને પુત્રોની કંપનીને કોરોના મહામારી દરમિયાન 2020માં બજાર કરતાં વધુ કિંમતે પીપીઈ કિટ ખરીદવાનો આદેશ આપ્યો હતો.ત્યારે આ વાતને સીએમની પત્નીએ વખોળતા કેસ દાખલ કર્યો છે.

સીમના પત્નીના વકિલના જણાવ્યા પ્રમાણે આ કેસ બુધવાર સુધીમાં લિસ્ટ થઈ જશે. હેમંત બિસ્વા સરમાએ આપ નેતા વતી આરોપ લગાવ્યા બાદ કહ્યું હતું કે તેઓ કાયદાકીય કાર્યવાહી કરશે. પોતાની સ્પષ્ટતામાં આસામના મુખ્યમંત્રીએ કહ્યું, “જ્યારે આખો દેશ 100 વર્ષમાં સૌથી ખરાબ મહામારીનો સામનો કરી રહ્યો હતો. આસામ પાસે ભાગ્યે જ કોઈ પીપીઈ કીટ હતી. મારી પત્નીએ આગળ આવવાની હિંમત બતાવી અને સરકારને 1 હજાર 500 પીપીઈ કીટ દાનમાં આપી હતી