Site icon Revoi.in

દિલ્હીમાં ઠંડીએ તોડ્યો 10 વર્ષનો રેકોર્ડ, ઓરેન્જ એલર્ટ કરાયું જાહેર

Social Share

દિલ્લી: ઉત્તર-પશ્ચિમ દિશામાંથી આવતા ઠંડા પવનોને કારણે દિલ્હી સહિત સમગ્ર એનસીઆર શીત લહેરની ઝપેટમાં છે. હવામાન વિભાગે આજે દિલ્હીમાં ઓરેન્જ એલર્ટ જારી કર્યું છે. આજે પણ દિલ્હીમાં તાપમાનમાં વધુ ઘટાડો થઈ શકે છે.તો દિવસભર ભારે ઠંડી રહેશે.

ઓરેન્જ એલર્ટ એટલે શું ?

હવામાન વિભાગ જ્યારે આ એલર્ટ જાહેર કરે છે ત્યારે હવામાનમાં આવા પરિવર્તન હોય,જેનાથી આવાગમન, કામકાજ અથવા સ્કુલના બાળકોની અવરજવર પર ખાસ કરીને પ્રભાવ પડવાની આશંકા રહે છે અને ખરાબ હવામાનથી બચવા માટે સાવચેતી રાખવાની જરૂર છે.

આ પહેલા ગુરુવારે રાજધાની દિલ્હીમાં ન્યુનતમ તાપમાન સામાન્ય થી ૩ ડિગ્રીથી ઓછુ 4.6 ડીગ્રી સેલ્સિયસ નોંધાયું હતું, જે છેલ્લાં દસ વર્ષમાં સતત બીજા દિવસે સૌથી ઠંડો દિવસ રહ્યો. આ અગાઉ 2011માં 17 ડિસેમ્બરે ન્યુનતમ તાપમાન 5.0 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. સવારે 8:30 વાગ્યા સુધી 800 મીટર સાથે લાઇટ રેન્જમાં વિઝિબિલીટી લેવલ રેકોર્ડ કરવામાં આવ્યું હતું.

બપોરે 2 વાગ્યા પછી તડકો પડ્યો હતો, પરંતુ પવન સામે ઠંડી તટસ્થ રહી હતી. રાત્રે પણ ઠંડીનો ચમકારો અનુભવાયો હતો. મહત્તમ તાપમાન 15.2 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું, જે સામાન્ય કરતાં 7 ડિગ્રી ઓછું હતું.

-દેવાંશી