Site icon Revoi.in

દિલ્હીની હવા ‘ગંભીર’ શ્રેણીમાં યથાવત, AQI 347 પર પહોંચ્યો

Social Share

દિલ્હી:દેશની રાજધાની દિલ્હીમાં ફરી એકવાર વાયુ પ્રદૂષણમાં સતત વધારો થઈ રહ્યો છે. લગભગ 4 દિવસ સુધી ગંભીર શ્રેણીમાં રહ્યા બાદ રાજધાનીની હવામાં શનિવારે થોડો સુધારો થયો હતો,પરંતુ સ્થિતિ એવી છે કે તે હજી પણ ખૂબ જ ખરાબ સ્થિતિમાં જોવા મળી રહી છે.

સિસ્ટમ ઑફ એર ક્વોલિટી એન્ડ વેધર ફોરકાસ્ટિંગ એન્ડ રિસર્ચ (SAFAR) અનુસાર, દિલ્હીનો એર ક્વોલિટી ઈન્ડેક્સ આજે 347 પર નોંધવામાં આવ્યો છે.

ખરેખર, દિલ્હીમાં AQI આજે પણ 347 એટલે કે ખૂબ જ ખરાબ શ્રેણીમાં છે. પ્રદૂષણ ઘટાડવા માટે દિલ્હી સરકાર દ્વારા વિન્ટર એક્શન પ્લાન સહિત અનેક પગલાં લેવામાં આવ્યા હતા.પરંતુ થોડા દિવસોની રાહત બાદ સ્થિતિ ફરી વણસી રહી હોય તેવું લાગી રહ્યું છે.

નિષ્ણાતો દ્વારા એવું કહેવામાં આવી રહ્યું છે કે,ડિસેમ્બર મહિનામાં પ્રદૂષણના સ્તરમાં સુધારો જોવા મળે છે, પરંતુ આ વખતે તે જોવા મળી રહ્યો નથી. જો કોઈ નક્કર પગલાં લેવામાં નહીં આવે તો દિલ્હીવાસીઓએ ઝેરી હવામાં જ શ્વાસ લેવો પડશે.એક્યૂઆઈ 170 pm 2.5 હશે તો જ હવાનો પ્રવાહ સ્વાસ્થ્ય માટે સારો માનવામાં આવે છે.