Site icon Revoi.in

ઉત્તર ભારતમાં વહેલી સવારે અને મોડી રાત્રે ગાઢ ધુમ્મસનું એલર્ટ

Social Share

નવી દિલ્હી: ઉત્તર ભારતમાં ઠંડીનું મોજું ફરી વળ્યું છે. રાજસ્થાન, પંજાબ, હરિયાણા અને ઉત્તર પ્રદેશમાં ગાઢ ધુમ્મસ છવાયેલું છે. આ ક્ષેત્રોમાં વિઝિટિબિલિટી પણ ઓછી થઈ ગઈ છે. હવામાન વિભાગે આગામી બે દિવસ આ રાજ્યો સિવાય રાજધાની દિલ્હી અને મધ્યપ્રદેશમાં પણ ગાઢ ધુમ્મસની આગાહી કરી છે.

ધુમ્મસના કારણે ઘણી જગ્યાએ ટ્રેન સેવાઓ પ્રભાવિત થઈ છે. હવામાન વિભાગે કેરળ, તમિલનાડુ, પુડુચેરી અને લક્ષ્યદ્વીપમાં આગામી 4 દિવસ સુધી વરસાદની આગાહી કરી છે.

આ તરફ, ગુજરાતમાં વરસાદની શક્યતા નહિવત્ હોવાની હવામાન વિભાગ દ્વારા માહિતી આપવામાં આવી છે. વેસ્ટર્ન ડિસ્ટર્ન્સના કારણે આગામી બેથી ત્રણ દિવસ દરમિયાન રાજ્યમાં વાદળછાયું વાતાવરણ રહેશે.