Site icon Revoi.in

પવિત્ર શ્રાવણ માસનો ત્રીજો સોમવાર, ભક્તોની સોમનાથમાં ભારે ભીડ

Social Share

આજે પવિત્ર શ્રાવણ માસનો ત્રીજો સોમવાર છે. ત્યારે પ્રથમ જ્યોર્તિલિંગ સોમનાથ મહાદેવ મંદિર ખાતે ભાવિકોની ભીડ ઉમટી હતી. વહેલી સવારના પહોરમાં જ હજારો ભાવિકોએ મહાદેવને શીશ ઝુકાવી પુણ્યસનું ભાથુ બાંઘ્યું હતું. આજે શ્રાવણ માસનો ત્રીજો સોમવાર હોવાથી વહેલી સવારે 4 વાગ્યે સોમનાથ મંદિરના દ્વાર ખૂલેલ તે સમયે મોટી સંખ્યામાં શિવ ભકતો ઉમટ્યા હતા અને હર હર મહાદેવ. ૐ નમઃ શિવાયના નાદથી વાતાવરણ શિવમય બની ગયુ હતું.તેમજ સોમનાથ મંદિરે આવનાર ભાવિકોને કોરોનાની ગાઈડલાઇન મુજબ મંદિરમાં પ્રવેશ આપવામાં આવ્યો હતો.

શ્રાવણ મહિનામાં શિવભક્તો મહાદેવમય થઈ જાય છે. શિવની મહિમાં શિવભક્તોમાં એવી જાગે છે કે એક મહિનો તો તેમના માટે શિવ-શિવ જ હોય છે. ભારતમાં મોટી સંખ્યામાં એવો વર્ગ છે જે શિવની આરાધના અને ભક્તિ માટે આખો શ્રાવણ મહિનો ઉપવાસ પણ કરે છે.

શિવજીની ભક્તિ અને શ્રધ્ધા માટે કેટલાક લોકો સોમવારે પણ ઉપવાસ કરે છે. જો કે શિવની મહિમા જ એવી છે કે જેને શિવજીનો રંગ ચડે, જેને શિવજીની ધૂન લાગે તેને બીજુ કાંઈ આ દુનિયામાં દેખાય નહી.