Site icon Revoi.in

ભારતીય ટીમમાં આક્રમક બેટીંગ કરતા વિકેટકિપરની ખોટ ધોનીએ પુરીઃ કિરણ મોરે

Social Share

દિલ્હીઃ ટીમ ઈન્ડિયાના પૂર્વ વિકેટકિપર અને બેસ્ટમેન કિરણ મોરેએ એમએસ ધોનીની ભારતીય ટીમમાં એન્ટ્રીને લઈને ખુલાસો કર્યો છે. ઈન્ટરનેશનલ ડેબ્યુ કરતા પહેલા ધોનીએ ઘરેલુ ક્રિકેટમાં ધમાકો મચાવ્યો હતો. તેમ છતા ધોનીને ભારતીય ટીમમાં પ્રવેશ માટે ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. પૂર્વ ચીફ સિલેક્ટર કિરણ મોરેએ દાવો કર્યો છે કે, તેમણે ધોનીની ખોજ કરી હતી. તેમજ ટીમમાં પ્રવેશ માટે 10 દિવસ સુધી પૂર્વ કેપ્ટન સૌરભ ગાંગુલીને મનાવતા રહ્યાં હતા.

કિરણ મોરેએ જણાવ્યું હતું કે, તે સમયે એવા વિકેટ કિપરની જરૂર હતી જે આક્રમક બેટીંગની સાથે રાહુલ દ્વવિડની જગ્યા લઈ શકે, ધોનીના રૂપમાં આ તલાશ ખતમ થઈ હતી. વર્ષ 2001માં ભારતીય ટીમમાં દીપ દાસગુપ્તા, 2002માં અજય પાત્રા, 2003માં પાર્થિવ પટેલ અને 2004માં દિનેશ કાર્તિક વિકેટ કિપર તરીકે ભારતીય ટીમમાં પ્રવેશ કરી ચુક્યાં હતા. તેમ છતા આ ક્રિકેટરો ટીમમાં પોતાની જગ્યા બનાવવામાં નિષ્ફળ રહ્યાં હતા. જેથી વન-ડેમાં વિકેટ કિપરની ભૂમિકા રાહુલ દ્રવિડ નિભાવતા હતા. દ્રવિડ વર્લ્ડકપ 2003માં વિકેટકિપર તરીકે રમ્યાં હતા.

કિરણ મોરેએ વધુમાં જણાવ્યું હતું કે, તે સમયે પાવર હિટરની શોધ ચાલતી હતી. જે 6 અથવા 7 નંબર બેટીંગ કરવા આવીને 40-50 રન બનાવી શકે. રાહુલ દ્રવિડ વિકેટકિપર તરીકે 75 મેચ રમ્યાં હતા. જેથી અમે એક વિકેટકિપરની શોધમાં હતા. વર્ષ 2004માં દુલીપ ટ્રોફીની ફાઈનલ નોર્થ ઝોન અને ઈસ્ટ ઝોન વચ્ચે રમાઈ હતી. ઈસ્ટ ઝોન તરફથી દીપદાસ ગુપ્તા રેગ્યુલર વિકેટકિપર હતા. મારા સહયોગીએ પહેલા ધોનીની બેટીંગ જોઈ હતી. પછી મે પણ ધોનીની બેટીંગ જોઈ હતી. તેણે મેચમાં 170માંથી 130 રન બનાવ્યાં હતા. અમે ઇચ્છતા હતા કે ફાઈનલમાં ધોની વિકેટકિપર તરીકે રમે. આ બાદ ગાંગુલી અને દીપદાસ ગુપ્તા સાથે લંબાણપૂર્વક ચર્ચા કરી હતી. ગાંગુલને સમજાવતા 10 દિવસ લાગ્યાં હતા. દુલીપ ટ્રોફીની ફાઈનલમાં ધોનીએ ઓપનીગ કરી હતી. ધોનીએ પહેલી પારીમાં 21 અને બીજી પારીમાં માત્ર 47 બોલમાં 60 રન બનાવ્યાં હતા.

તેમણે વધુમાં કહ્યું કે, ધોનીએ નોર્થ ઝોનના તમામ બોલરો સામે રન બનાવ્યાં હતા. જેમાં આશીષ નહેરાનો પણ સમાવેશ થાય છે. જે બાદ અમે તેને ઈન્ડિયા-એ સાથે કેન્યા રમવા મોકલ્યો હતો. જ્યાં તેણે ટ્રાઈ સિરીઝમાં 600 રન બનાવ્યાં હતા. તે બાદ ધોનીએ ક્રિકેટના અનેક રેકોર્ડ પોતાના નામે કર્યાં છે.