ઈંગ્લેન્ડ સામેની પ્રથમ ટી20 મેચમાં ભારતીય ટીમનો 7 વિકેટે વિજય
કોલકાતાઃ ઈડન ગાર્ડન્સ ખાતે રમાયેલી T20 શ્રેણીની પહેલી મેચમાં અભિષેક શર્માની 79 રનની શાનદાર ઇનિંગથી ભારતે ઇંગ્લેન્ડને સાત વિકેટથી હરાવ્યું. ભારતને 133 રનનો લક્ષ્યાંક મળ્યો હતો, જે ભારતે 12.5 ઓવરમાં 3 વિકેટ ગુમાવીને હાંસલ કરી લીધો હતો. આ જીત સાથે ભારતે પાંચ મેચની શ્રેણીમાં 1-0થી લીડ મેળવી લીધી છે. સ્પિનર વરુણ ચક્રવર્તીએ 23 રન આપીને […]