બૉલિવૂડ જગતમાં અવાર નવાર કંઈક ને કંઈક ચટપટી ખબરો આવતી જ રહેતી હોઈ છે અને એમા પણ જો કોઈ અભિનેતા કે અભિનેત્રીના લગ્ન જીવનની શરુઆત હોય કે લગ્ન જીવનનો અંત આવવાનો હોય તો તો ચાહકો જાણે ઈન્ટરેસ લઈને ખબરો વાંચતા હોય છે, જ્યારે બોલિવૂડ જગતમાં જો છૂટાછેડાની વાત કરીયે તો રિતીક રોશન,આમિર ખાન,કરીશમા કપુર,મલાઈકા અરોરા , કલકી કોચલીન જેવા અનેક ફેમસ એક્ટર્સએ લગ્ન જીવનનો અંત લાવતા પોતાના પાર્ટનરથી અલગ થયા છે તો હવે આ લીસ્ટમાં વધુ એક નામ એડ થવા જઈ રહ્યું છે , જી હા, હવે બ્યૂટી ક્વિન દિયા મિર્ઝા પણ પોતાના પતિથી છૂટાછેડા લેવાનો નિર્ણય કરી ચુકી છે.
એક્ટર્સ દીયા મિર્ઝા અને તેના પતિ સાહિલ સંઘાએ આજ રોજ 1લી ઓગસ્ટના સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરી છે અને પાસ્ટમાં તેઓ એ એકબીજાથી છૂટા પડવાનો નિર્ણય જાહેર કર્યો છે. દિયાના આ અચાનક લીધેલા નિર્ણયથી તેના ચાહકો અને ફિલ્મ ઈન્ડસ્ટ્રીને ઝટકો લાગ્યો છે
.બ્યુટી ક્વિન દિયા મિર્ઝા અને સાહિલ સંઘાએ વર્ષ 2014ના અંતમાં લગ્ન કર્યાં હતા, લગ્નના છ વર્ષ પહેલાંથી તેઓ એક બીજા સાથે રિલેશનશીપમાં હતા ત્યારે જે અચાનક આ બંનેએ સોશિયલ મીડિયા પર એક સરખી પોસ્ટ અપલૉડ કરી છે, આ પોસ્ટમા લ્લેખ કર્યો છે કે , “ 11 વર્ષના લગ્નગાળા બાદ અને બન્નેએ રાજીખુશી થી અલગ થખવાનો નિર્ણય કર્યો છે અમે અમારા ફ્રેન્સ અને પરિવારનો આભાર માનીયે છે કે તેઓ એ અમને સપોર્ટ કર્યો અને અમારા આ નિર્ણયને સમજ્યો તે ઉપરાંત દરેક મિડીયાના લોકોના પણ અમે આભારી છે કે તેઓ અમારા સોર્ટમાં હંમેશા ઊભા રહ્યા, અમે દરેક ચાહકો અને દરેક લોકોને વિનંતી કરીએ છીએ કે તમે બધા અમારી ભાવનાને સમજશો ને વા કઠીન સમયમાં અમને એકલા રહેવા દેશો આ ટોપિક પર હવે અમે બીજી વાર કોઈ પણ પ્રકારની વાત નહી કરીએ” ત્યારે આ કપલનું અલગ થવાનું કારણ હજી સુધી બહાર પડ્યું નથી તે એક પ્રશ્ન બની ગયો છે.
અભિનેત્રી દીયા મિર્ઝા અને સાહીલ સંઘાએ 2014માં સાહીલમા સાહિલના ફાર્મહાઉસમાં આર્ય સમાજ વિધિથી લગ્ન કર્યાં હતાં. લગ્ન પહેલાં તેઓ છએક વર્ષથી એકબીજાને ડેટ કરતાં હતાં તેઓ બન્ને સાથે રહીને એક ‘બોર્ન ફ્રી એન્ટરટેઇન્મેન્ટ’ નામનું પ્રોડ્કશન હાઉસ પણ ચલાવે છે આ પ્રોડક્શન હેઠળ તેઓ બોબી જાસૂસ’ અને ‘લવ બ્રેકઅપ્સ ઝિંદગી’ નામની બે ફિલ્મસ્ પ્રોડ્યૂસ કરી છે જે ફિલ્મ લોકોએ પસંદ કરી ન હતી અને બોક્સ ઓફિસ પર ફ્સોપ રહી હતી.
દિયા મિર્ઝા અભિનેત્રી હોવાની સાથે સાથે ભારતની ‘યુએન એન્વાયર્નમેન્ટ ગુડવિલ એમ્બેસેડર’ છે. દિયા મિર્ઝા હાલમાં જ ‘કાફિર’ નામની ‘Zee5’ પર આવેલી વેબ સિરીઝમાં પણ અભિનય કર્યો છે તેણે ‘એમેઝોન પ્રાઈમ વીડિયો’ પર આવેલી ‘માઈન્ડ ધ મલ્હોત્રાસ’ વેબ સિરીઝને પ્રોડ્યૂસ પણ કરી છે આમ હમેંશાથી દીયા તેના કાર્યમાં સતત વ્યસ્ત રહી છે અને ક પછી એક કામમાં જોતરાયેલી રહેતી હતી ને તેના ધણા કામમાં તેના પતિ સાહિલે પણ ધણી વાર મદદ કરી છે.