Site icon Revoi.in

શું તમને ખબર છે? બીલીપત્રથી પણ વાળ અને ત્વચાને સરસ બનાવી શકાય

Social Share

વાળની સમસ્યા અને ત્વચાને લગતી સમસ્યાઓ આજના સમયમાં લોકોમાં સામાન્ય રીતે જોવા મળતી હોય છે, આ બાબતે સ્ત્રીઓ દ્વારા વધારે કાળજી લેવામાં આવતી હોય છે અને તેઓ આ બાબતે ક્યારેક તો મોટી રકમ પણ ખર્ચ કરે છે આવામાં તેમણે બીલીપત્ર વિશે જાણવું જોઈએ.

જાણકારોના કહેવા પ્રમાણે બીલીપત્રમાં ઘણા એવા તત્વો હોય છે જે વાળ અને સ્કિનને ઘણી સમસ્યાઓથી બચાવવાનું કામ કરે છે. કારણ કે બીલીપત્રમાં વિટામિન ઓ, વિટામિન બી, પ્રોટીન, કેલ્શિયમ, આયર્ન, બીટા કેરોટીન, થાયમીન જેવા પોષક તત્વો હોય છે. જે ડેડ સ્કિન અને વાળને હેલ્ધી બનાવી શકે છે.

બીલીપત્રમાં વૃદ્ધત્વ વિરોધી તત્વો પણ હોય છે જે ત્વચાને ફ્રી રેડિકલ્સથી બચાવે છે અને ત્વચાને કરચલીઓ, પિગમેન્ટેશન વગેરેથી બચાવે છે. આ માટે બીલીપત્રને પીસીને તેનો ફેસ પેક ચહેરા પર લગાવો. આ ઉપરાંત બીલીપત્રને સૂકવીને પીસી લો અને તેમાં તલ અને કપૂરનું તેલ મિક્સ કરો. હવે તેને વાળના મૂળમાં લગાવો અને મસાજ કરો. આ તેલનો નિયમિત ઉપયોગ કરવાથી માથાની જૂમાંથી છુટકારો મળશે.

બીલીપત્રમાં એન્ટીઓક્સીડેન્ટ અને એન્ટીબેક્ટેરિયલ તત્વો હોય છે, જે ત્વચાને સુધારવામાં કારગર સાબિત થાય છે. ચહેરા પર ચમક લાવવા માટે તેને પીસીને તેમાં મધના થોડા ટીપા મિક્સ કરીને ચહેરા પર લગાવો. જો તમે બીલીપત્રાને પાણીમાં ઉકાળીને આ પાણીથી ચહેરાને ધોઈ લો તો તેનાથી ચહેરો પણ ગ્લોઈંગ થઈ જશે.