Site icon Revoi.in

શું તમે જાણો છો ઘરના દૂધમાંથી બનતી મલાઈ તમારા શાકને બનાવે છે સ્વાદિષ્ટ

Social Share

સાહિન મુલતાનીઃ-

ગૃહિણીઓ કિચનમાં અનેક પ્રકારની વાનગીઓ બનાવતી હોય છે ,પોતાની ડિશ સ્વાદિષ્ટ બને તે માટે દરેક ગૃહિણી દરેક ટિપ્સને અજમાવી લેતી હોય છે, જેથી તેમની રસોઈમાં કોઈ કમી ન રહે. અનેક ઘરોમાં દૂઘને ગરમ કરીને ફ્રીજમાં રાખવાની આદત હોય છે જેથી દૂધમાંથી મલાઈ બને અને તેનું શુદ્ધ ઘરનું દેશી ઘી બનાવી શકાય, મોટા ભાગની ગૃહિણીઓ મલાઈ એટલા માટે જ કાઢતી હોય કે તેઓ ઘી બનાવી શકે.

જો કે આ મલાઈ માત્ર ઘી બનાવવા પુરતી સિમિત નથી, મલાઈના ઉપયોગથી તમે તમારી રસોઈનો સ્વાદ બે ગણો વધારી શકો છો,અને માસ્ટર ગૃહિણી બની શકો છો.તો તમે વિચારતા હશો કે મલાઈનો રસોઈમાં કઈ રીતે ઉપયોગ કરવો, તો ચાલો જોઈએ મલાઈના એના કેટલાક ઉપયોગો કે જેનાથઈ તમારી રસોઈ બનશે સ્વાદિષ્ટ.

જાણો મલાઈના અનેક રસોઈમાં ઉપયોગ

1- જો તમે પનીરનું કોઈ પણ શાક બનાવો છો તો  શાક બની ગયા બાદ તેમાં 2 ચમચી  મલાઈ એડ કરીને 2 મિનિટ ગેસ ચાલું રાખો, જેનાથી શાક ક્રિમી બનશે , આ સાથે જ સબજીતનો લૂક અને ટેસ્ટ રેસ્ટોરન્ટ જેવો જ આ તથા ટેસ્ટ આવશે.

2 – જો તમે સોજી કે રવો બનાવો છો તો તેમાં મલાઈ સાથે પહેલા ખાંડ બરાબર મિક્ કરીલો , અને જ્યારે રવામાં પાણી કે દૂધ એટ કરો છો ત્યારે આ ખાંડ વાળી મલાઈ એડ કરીલો, જેથી રવો માવા દાર બનશે.

3 – લાપસી બની ગયા બાદ તેમાં થોડી મલાઈ એડ કરી ગરમ થવાદો, જેનાથી તમારી લાપસી નરમ બનશે અને દૂધના માવા જેવો લાપસીનો સ્વાદ આવશે.

4 – સવારના ચા સાથેના નાસ્તામાં પરાઠા બનાવતી વખતે લોટ બાંધવામાં 2 ચમચી મલાઈ એડ કરશો તો પરોઠા સોફ્ટ બનશે.

5 – જો છાસ વધારે ખાટી હોય તો તેમાં છોડૂં દૂધ અને મલાઈ એડ કરી બ્લેન્ડર ફેરવી લેવું , આમ કરવાથી છાસની ખટાશ ઓછી થઈ જશે

6 – જો ચા વધારે પડતી મીઠી ( સ્વિટ) બની ગઈ હોય તો એક કપ ચા માં એક ચમચી મલાઈ એડ કરી લેવી જેથી ચાનો સ્વાદ નોર્મલ થઈ જશે.

7 – જ્યારે તમે કઢી બનાવતા હોવ અને કઢી સ્વાદમાં ખૂબ જ ખાટ્ટી બની જાય ત્યારે ગરમાં ગરમ કઢીમાં 3 થી 4 ચમચી મલાઈ એડ કરી કઢી ગરમ કરી લેવી,જેનાથી કઢીનો સ્વાદ ઘી જેવો લાગશે અને ખાટ્ટી કઢી ખાવા લાયક પમ બની જશે.

8 – શક્કરપારા બનાવતી વખતે ઘી નું મોળ ન નાખવું હોય તો 2 કપ જેટલી મલાઈ લોટ બાંધવામાં વાપરવી,જેનાથી શક્કરપાર સોફ્ટ બનશે.

9 – દૂધનું કોઈ પણ ફ્લેવર વાળું શરબત બનાવતી વખતે 1 ગ્લાસ શરબતમાં 1 ચમચી મલાઈ એડ કરવી જેનાથી શરબતનો સ્વાદ વધશે.

10 – બ્રેડ કે રોટલી પર મલાઈ લગાવીને ખાવાથી બ્રેડ અને રોટલીનો ટેસ્ટ વધે છે.