Site icon Revoi.in

શું તમે જાણો છો લીલા વાંસમાથી બનતી વાનગીઓ હોય છે હેલ્ધી -જાણો વાંસમાં રહેલા ઔષધી ગુણો

Social Share

ગુજરાતમાં અવનવી વાનગીઓ ખાવામાં આવે છે જો તમે સાઉથ ગુજરાત બાજૂ જાઓ અને ડાંગ જીલ્લાજી મુલાકત લો તો ત્યા તમને વાંસની અનેક વાનગીઓ ખાવા મળે છે, જી હા વાસ કે જેને આપણે બાંબુ તરીકે આળખીએ છે તે જ્યારે લીલા હોય ત્યારે તેના પાળ ડાળખી ખાવામાં ઉપયોગમાં લેવાય છે. તો ચાલો જાણીએ વાંસ વિશે થોડી વાતો.

વાંસની કાચી ડાળીઓ અને કૂંપળની વાંસના ઝાડ સાથે કિનારીઓ પર ઉગે છે અને તે સોફ્ટ હોય છે. તેને બામ્બુ શૂટ કહે છે. જેમાં પ્રોટીન, વિટામીન ઈ, એ, બી6 અને કેલ્શિયમ જેવા પોષક તત્વો અને મેગ્નેશિયમ, સોડીયમ, ઝીંક, કોપર,એમિનો એસિડ, આયરન, પોટેશિયમ, ફોસ્ફરસ અને સિલેનિયમ જેવા ખનીજ તત્વ સમાયેલા હોય છે.

ખાસ રીતે લીલા વાંસનો ઉપયોગ શાક, સલાડ, સૂપ, મુરબ્બો અને અથાણું વગેરેના રૂપમાં પણ કરવામાં આવે છે. તેમાંથી કાંઈ પણ બનાવતા પહેલા તેને એક દિવસ માટે પાણીમાં પલાળી રાખવામાં આવે છે જેથી તે વધારે સોફ્ટ થાય છે અને સરળતાથી તેની વાનગીઓ બનાવી શકાય છે.

કંઈ રીતે થાય છે લીલા વાંસનો ઉપયોગ જાણો

વાંસના યુવાન છોડને મોટા થવા પહેલા કાપી લેવામાં આવે છે. તેના પાક્યા વગરના ભાગને સુકવીને ખાવા માટે ઉપયોગમાં લઈ શકાય છે. તેનો ઉપયોગ શાક, અથાણું, સલાડ, નુડલ્સ, કેન્ડી અને પાપડ સહીત અનેક પ્રકારના વ્યંજન બનાવવા માટે કરવામાં આવે છે. આદિવસી વિસ્તારોમાં તેની અવનવી વાનગીઓ બને છે ખાસ તેઓ શાકમાં તેનો ઉપયોગ કરે છે.

Exit mobile version