Site icon Revoi.in

રશિયા પર પ્રતિબંધો લગાવવા મુશ્કેલ, યુરોપ 49 ટકા ક્રુડ ઓઈલ રશિયા પાસેથી ખરીદે છે

Social Share

દિલ્હી:યુક્રેન પર આક્રમણ બાદ રશિયા પર કેટલાક પ્રકારના પ્રતિબંધો તો લગાવી દેવામાં આવ્યા પરંતુ રશિયા પર આર્થિક પ્રતિબંધોએ યુરોપના દેશો માટે અથવા કેટલાક અન્ય દેશો માટે પણ આસાન રહેશે નહી. કારણ એ છે કે યુરોપ 49 ટકા ક્રુડ ઓઈલ રશિયા પાસેથી ખરીદે છે. પ્રતિબંધ લાદવો યુરોપના દેશો માટે મુશ્કેલ છે, કેમ કે રશિયા યુરોપના દેશોને લગભગ 40 ટકા ક્રૂડ સપ્લાય કરે છે. રશિયા વિશ્વનું ત્રીજું સૌથી મોટું ઓઇલ ઉત્પાદક છે. અમેરિકા, બ્રિટન જેવા દેશો માટે ઓઇલનો સપ્લાય રોકવાનું વધુ વ્યવહારુ છે, કેમ કે અમેરિકાની જરૂરિયાતનું 3 ટકા અને અને બ્રિટનનું 8 ટકા ક્રૂડ જ રશિયાથી આવે છે જ્યારે જર્મની અને નેધરલેન્ડ કુલ આયાતના 20 ટકાથી વધુ ક્રૂડ રશિયા પાસેથી મેળવે છે.

યુક્રેનના સમર્થનમાં વિશ્વના, ખાસ કરીને પશ્ચિમી દેશોના નેતાઓ સંયુક્ત મોરચા માટે પ્રયાસશીલ છે પણ રશિયન ક્રૂડ અને ગેસનો સપ્લાય બંધ કરવાની વાત આવે ત્યારે સર્વસંમતિ નથી સધાતી. અમેરિકાએ રશિયન ક્રૂડની આયાત પર પ્રતિબંધ લાદી દીધો છે.

બ્રિટનનું કહેવું છે કે તે 2023 સુધીમાં રશિયન ક્રૂડથી અલગ થઇ જશે અને ગેસની આયાત પર પ્રતિબંધ માટે વિચારી રહ્યું છે. જર્મની, નેધરલેન્ડ સહિત યુરોપના દેશોનો ઓઇલ પાઇપલાઇનો બંધ કરવાનો હજુ સુધી કોઇ ઇરાદો નથી. જોકે, યુરોપીયન યુનિયનનું કહેવું છે કે તે આ વર્ષે યુરોપથી ગેસની આયાતમાં બે-તૃતીયાંશ ઘટાડો કરશે.