Site icon Revoi.in

ગારિયાધારમાં વર્ષોથી બનાવેલું માર્કેટ યાર્ડ કાર્યરત ન કરાતા ખેડુતોને ઉપજ વેચવા માટે પડતી મુશ્કેલી

Social Share

ગારિયાધારઃ શહેરમાં રાજકિય નેતાઓની નિષ્ક્રિયતાને કારણે વિકાસમાં પાછલ ધકેલાયું છે. શહેરનાં નવાગામ રોડ પર વર્ષો પહેલાં માર્કેટિંગ યાર્ડ બનાવવામાં આવ્યુ છે.પરંતુ હજુ સુધી આ યાર્ડમાં ખેડુતો ને ઉપયોગમાં આવ્યુ નથી .ગારિયાધાર શહેરમાં મુખ્ય ઉદ્યોગ હીરા તેમજ ખેતી પર લોકો નભે છે.આ માર્કેટિંગ યાર્ડમાં ભાજપ કોગ્રેસ બંને પક્ષો દ્ધારા શાસન કરવામાં આવ્યુ છે. પરંતુ કોઇ પક્ષ દ્ધારા આ માર્કેટિંગ યાર્ડ ચાલુ કરવામાં આવ્યુ નથી.

ગારિયાધાર શહેરના છેવાડે નવું માર્કેટ બનાવવામાં આવ્યું છે. વર્ષોથી બનાવાયેલુમ માર્કેટ યાર્ડ ઉદઘાટનની રાહ જોઈ રહ્યું છે. તેથી ખેડુતોને મુશ્કેલી પડી રહી છે.  ગત વર્ષે ગારિયાધાર પંથકમાં કપાસનુ વાવેતર 27,306 હેક્ટર મગફળી 6,197 હેક્ટર નું વાવેતર થયુ હતું. જેથી માર્કેટિંગ યાર્ડ ચાલુ ન હોવાથી ખેડુતોને મુશ્કેલી પડી હતી. વર્ષોથી અન્ય તાલુકામાં તેમજ જિલ્લા મથકે પાકનુ વેચાણ કરવા જવુ પડે છે.હાલમાં માર્કેટિંગ યાર્ડના અંદર શટર પણ દુકાનોના સડી ગયેલાં જોવા મળે છે. ગારિયાધાર માર્કેટિંગ યાર્ડની જગ્યા પણ વિશાળ છે. પરંતુ વર્ષોથી આ માર્કેટિંગ યાર્ડ ધૂળ ખાય રહ્યુ છે.માર્કેટિંગ યાર્ડમાં 6 કર્મચારીઓ કામ કરે છે.

સૂત્રોના કહેવા મુજબ ગારિયાધાર માર્કેટિંગ યાર્ડની વિશાળ જગ્યાં અંદાજે 10 વિઘા જેટલી હશે.આ યાર્ડ ફરતે દિવાલ પણ બની ગયેલી છે.હાલમાં માર્કેટિંગ યાર્ડમાં ભાજપનુ શાશન છે. ગત ટર્મ પહેલાં કોગ્રેસનુ શાસન હતુ. પરંતુ ભાજપ કોગ્રેસનાં બંને શાસનમાં માર્કેટિંગ યાર્ડ ચાલુ કરવામાં આવતુ નથી.વર્ષોથી ધૂળ ખાતુ જોવાં મળી રહ્યુ છે.આ માર્કેટિંગ યાર્ડ ચાલુ કરવામાં નેતાઓ ખેડૂતોનાં હિત માટે કોઇ યોગ્ય નિર્ણય લે તે જરૂરી છે. હાલમાં પાક વેચવાં જિલ્લામાં કે અન્ય તાલુકામાં ખેડુતોને જવુ પડે છે. આ સંજોગોમાં આ માર્કેટિંગ યાર્ડ ચાલુ કરવામાં આવે તે જરૂરી છે. જેથી ધરતીપુત્રોને વિશેષ ફાયદો થશે.

ખેડુતોના કહેવા મુજબ ગારિયાધાર માર્કેટિંગ યાર્ડ ચાલુ થાય તો ખેડુતોને ખુબ ફાયદો થાય તેમ છે. ખેડુતોને શાકભાજી તેમજ તૈયાર પાક યાર્ડ ન હોવાથી ભાવનગર અથવા અમરેલી તેમજ અન્ય જગ્યા પર ભાડા ખર્ચીને જવુ પડે છે.માર્કેટિંગ યાર્ડ ચાલુ થાય તો ખેડુતોને આર્થિક લાભ પણ થાય તેમ છે.