Site icon Revoi.in

ડિમ્પલ કપાડિયાનો બર્થડેઃ- એક દાયકાની ખૂબ ફેમસ અભિનેત્રી ફિલ્મ ‘બોબી’ની સફળતા બાદ 11 વર્ષ સુધી બોલીવૂડથી રહી હતી દૂર

Social Share

મુંબઈઃ-  બોલિવૂડ અભિનેત્રી ડિમ્પલ કપાડિયા આજે 8 જૂનના રોજ તેનો જન્મ દિવસ મનાવી રહી છે, બોબી ફિલ્મથી લઈને ખૂબજ ફેમસ બનેલી ડિમ્પલસના લાખો દિનાવા છે,ટ્વિન્કલ ખન્નાની માતા અને અક્ષય કુમારની સાસુ ડિમ્પલ એક દાયકાની ખૂબ જાણીતી એક્ટ્રેસ છે, આજે પમ તેની શાનદાર એક્ટિંગને લઈને તેના ઘણા ફ્રેંસ જોવા મળે છે.

ડિમ્પલે ખૂબજ નાની ઉંમરમાં પોતાના આત્મવિશ્વાસ, ટેલેન્ટ અને શાનદાર અભિનયથી પોતાના બલબુતા પર ઓળખ મેળવી છે,ઉલ્લેખનીય છે કે રાજકપરના પુત્ર ઋષિ કપુરને લોન્સ કરતા સમયે તેના અપોઝિટ ફિલ્મ બોબી માટે ડિમ્પલ કપાડિયાની પસંદગી કરવામાં આવી હતી.આ ફિલ્મ ખબજ સુપરહિટ રહી હતી.

ડિમ્પલનો જન્મ 8 જૂન 1957ના રોજ જન્મી ડિંપલ કપાડિયાના પિતા ચુન્નીભાઈ કપાડિયા ખૂબ અમીર માણસ હતા. જેઓ પોતાના ઘર ‘સમુદ્ર મહલ’માં હમેશ ફિલ્મી સિતારાને પાર્ટીઓ આપતા હતા. બસ આજ પાર્ટીમાં રાજ કપૂરએ 13 વર્ષીય ડિંપલને જોઈ હતી અને ત્યારથી તે તેમની નજરમાં બેસી ગઈ  હતી.

ડિમ્પલ એક એવી સફળ અભિનેત્રી છે કે જેણે પહેલી ફિલ્મ સફળ થયા બાદ લાંબા સમય સુધી ફિલ્મથી દૂરી બનાવી લીધી, આ ફિલ્મના 11 વર્ષ સુધી તે બોલિવૂડથી દૂર રહી હતી, બૉબી રીલીજ થયા પછી એક અફવાહ ખૂબ ફેલી હતી કે ડિંપલ, રાજ કપૂર અને નરગિસની દીકરી છે.
બૉબી 1973 મા રિલીઝ થયાના થોડા મહિના પછી ડિંપલની મુલાકાત તે સમયના સુપરસ્ટાર રાજેશ ખન્નાથી થઈ. ચાંદની રાતમાં રાજેશ ખન્ના સમુદ્ર કાંઠે ડિંપલને લઈ ગયા અને અચાનક તેને ડિંપલની સામે લગ્નનો પ્રસ્તાવ મૂક્યો હતો . રાજેશ ખન્નાના આકર્ષણમાં બંધાયેલી ડિંપલ માત્ર 16 વર્ષની હતી અને ડિમ્પલને કંઈજ ન સમજાતા તેણે હા પાડી હતી.ઉલ્લેખનીય છે કે ડિમ્પલથી રાજેશ 15 વર્ષ મોટા હતા.
બંને લગ્ન પછી ઘણા વર્ષો સુધી અલગ રહ્યા પણ બંને  ક્યારેય છૂટાછેડા ન લીધા. એક ઈન્ટરવ્યુંમાં સુપરસ્ટાર રાજેશ ખન્નાએ ડિમ્પલ કપાડિયાથી અલગ થયા પછી પોતાના જીવન વિખરાઈ ગયું એના વિષે વાત કરી હતી. આ ઈન્ટરવ્યુંમાં રાજેશ ખન્નાને પૂછવામાં આવ્યું કે શું તમને નથી લાગતું કે તમારી અને ડિમ્પલની જોડી બેમેળ હતી. આ સવાલનો જવાબ રાજેશ ખન્નાએ એકદમ અજીબ રીતે આપ્યો. એમણે કહ્યું જયારે અમારા બંનેના લગ્ન થયા એ સમયે ડિમ્પલની ઉંમર ઘણી નાની હતી. એ પોતાના પતિમાં પોતાના પિતાને શોધી રહી હતી .