Site icon Revoi.in

2020-21ના નાણાકીય વર્ષમાં ડાયરેક્ટ ટેક્સ કલેક્શન સુઘારેલા અનુમાનથી પણ વધુ રહ્યું – 9.45 લાખ કરોડની વસુલાત થઈ

Social Share

દિલ્હી: મળતી માહિતી પ્રમાણે ડાયરેક્ટ ટેક્સ કલેક્શનનમાં સુધારેલા અઁદાજ કરતા વધારો નોંધાયો છે, આ સમગ્ર બાબતને લઈને કેન્દ્રની સરકારે વિતેલા દિવસને શુક્રવારે જણાવ્યુંવહતું કે, ડાયરેક્ટ ટેક્સ કલેક્શન સુધારેલા અંદાજથી 5 ટકા વધારે થયો છે. રિફંડ ઇશ્યૂ થયા પછી વર્ષ 2020 અને 20021 સુધીનો સીધો કર વસૂલાત .9.45 લાખ કરોડરુપિયા વસુલાયો હતો, આ આંકડો નાણાકીય વર્ષના 9.05 લાખ કરોડના સુધારેલા અંદાજથી લગભગ 5 ટકા વધારે છે.

આ બાબતે દેશના નાણાં મંત્રી નિર્મલા સીતારમણ દ્વારા 1લી ફેબ્રુઆરીના દિવસે બજેટમાં રજૂ કરાયેલા સુધારેલા અંદાજ કરતાં કોર્પોરેશન ટેક્સ અને વ્યક્તિગત આવકવેરા બંનેની વસૂલાત વધારે થઈ હતી.  4.46 લાખ કરોડ રુપિયાનું કોર્પોરેશન ટેક્સ કલેક્શન હાલ બાકી છે, તો બીજી તરફ કોર્પોરેશન ટેક્સનો અંદાજ 4.57 લાખ કરોડ રુપિયા છે. વ્યક્તિગત આવકવેરા સંગ્રહ 4.88 લાખ કરોડ રૂપિયા રહ્યો છે, જે 59.59 લાખ કરોડના સુધારેલા અનુમાનથી પણ 6 ટકા વધારે છે

જો ગ્રોસ કલેક્શનની વાત કરવામાં આવે તો રુપિયા 12.06 લાખ કરોડ નોંધાયો છે, જે કલેક્શન 13.2 લાખ કરોડના બજેટના અનુમાન કરતા ઘટ્યો છે,વિતેલા નાણાકીય વર્ષમાં પણ રિફંડમાં વધારો  નોંધાયો હતો, જોજે 43 ટકા વધીને 2.61 લાખ કરોડ રુપિયા થયો છે.