Site icon Revoi.in

મહેસાણામાં દર મહિને રસોઈ માટે 1.40 લાખ લીટર કેરોસીનનું વિતરણ

Social Share

અમદાવાદઃ પર્યાવરણને ફાયદારૂપ અને ધુમાડારહિત રસોઈ બનાવવા ગરીબ પરિવારોને ઉજ્જવલા યોજના હેઠળ રાંધણગેસ આપવાની સ્કીમ અમલમાં મુકી હતી. જો કે, મહેસાણા જિલ્લામાં આ યોજના વચ્ચે આજે પણ સેંકડો પરિવારો રસોઈ બનાવવા લાકડાં અથવા કોરોસીનનો ઉપયોગ કરી રહ્યા છે. મહેસાણા જિલ્લામાં દર મહિને રાંધણગેસ વિહોણા કુટુંબો માટે અંદાજે 1.40 લાખ લીટર કેરોસીન અપવામાં આવતું હોવાનું જાણવા મળે છે.

પ્રાપ્ત માહિતી અનુસાર મહેસાણા જિલ્લામાં કેન્દ્ર સરકારની ઉજ્જવલા યોજના હેઠળ ગરીબ પરિવારોને કેરોસીનની જગ્યાએ રસોઈ માટે વિના મૂલ્યે રાંધણગેસ આપવાના પ્રયાસો હાથ ધરાયા હતા. જોકે આજે પણ સેંકડો પરિવારો વિવિધ કારણોસર સરકારની કલ્યાણકારી ઉજ્જવલા યોજનાથી વંચિત રહ્યા છે. હાલ પણ રસોઈ બનાવવા બળતણ તરીકે કેરોસીન અથવા લાકડાનો ઉપયોગ કરી રહ્યા છે. મહેસાણામાં 32 હજાર લીટર, વિજાપુરમાં 15 હજાર લીટર, ખેરાળુમાં 12 હજાર લીટર, વિસનગરમાં 15 હજાર લીટર, કડીમાં 16 હજાર લીટર, ઉંઝામાં 05 હજાર લીટર, બેચરાજીમાં 14 હજાર લીટર, વડનગરમાં 10 હજાર લીટર, સતલાસણામાં 12 હજાર લીટર તેમજ જોટાણામાં 09 હજાર લીટર કેરોસીનના જથ્થાનો આપવામાં આવે છે.