Site icon Revoi.in

VIDEO: હાથોમાં બેડીઓ, આંખો પર પટ્ટી, પાકિસ્તાનના સદાબહાર મિત્ર ચીનમાં મુસ્લિમો પર અત્યાચાર

Social Share

ઉઈગર મુસ્લિમોના માનવાધિકાર હનનના આરોપોને કારણે પાડોશી દેશ ચીન વિભિન્ન દેશોના નિશાના પર છે. ઘણાં દેશનો આરોપ છે કે ચીનનો ઉઈગર મુસ્લિમો પ્રત્યેનો વ્યવહાર સંતોષજનક નથી. ઓસ્ટ્રેલિયાના વિદેશ પ્રધાન અને ઉઈગર મુસ્લિમોના સદસ્યોએ આ મામલે ચીનની આકરી ટીકા કરી છે. આ ટીકાઓને ત્યારે વધુ બળ મળ્યું જ્યારે સોશયલ મીડિયામાં ઉઈગર મુસ્લિમોનો એક ડરાવનારો વીડિયો વાઈરલ થયો હતો. આ વીડિયોમાં સેંકડોની સંખ્યામાં ઉઈગર મુસ્લિમોને ચીની પોલીસકર્મીઓએ નજરકેદ કર્યા છે. આ લોકોનાહાથ બાંધવામાં આવ્યા છે અને આંખો પર કાળી પટ્ટી બાંધવામાં આવી છે. એક વેબસાઈટ પ્રમાણે, ચીને ઉત્તર-પશ્ચિમ ક્ષેત્રમાં એક રેલવે સ્ટેશન પર મોટા પ્રમાણમાં સ્થાનાંતરણ પહેલા તમામ લોકોના માથા અને દાઢીના વાળ પણ તાજેતરમાં કાપી નાખ્યા છે.

રિપોર્ટ પ્રમાણે, આ વીડિયોને ગત સપ્તાહે વોર એન્ડ ફિયર નામની અજાણી યૂટ્યૂબ ચેનલ પર શેયર કરવામાં આવ્યો છે, બાદમાં વીડિયો અપલોડ કરનાર યૂઝનની ઓળખ નાથન યૂસર તરીકે થઈ છે. તે ઓસ્ટ્રેલિયન સ્ટ્રેટજીક પોલિસી ઈન્સ્ટીટ્યૂટમાં સેટેલાઈટ વિશ્લેષક છે. યૂસરે કહ્યુ છે કે ઉલ્લેખનીય છે કે વીડિયો એપ્રિલ-2018 અથવા ઓગસ્ટ – 2018ની વચ્ચે કોરલા શહેરના પશ્ચિમમાં એક રેલવે સ્ટેશન પર શૂટ કરવામાં આવ્યો હતો.

તેમણે એબીસી ન્યૂઝને કહ્યુ છે કે મે અંગતપણે વીડિયોની ખૂબ તપાસ કર્યા બાદ તારવ્યું છે કે વીડિયો સાચો હતો અને કાયદેસરનો છે. હવે આ વીડિયો એ દાવાને પણ જોર આપે છે કે જેમાં કહેવામાં આવ્યું છે કે ચીનમાં કસ્ટડીમાં લેવામાં આવેલા ઉઈગર મુસ્લિમો સાથે અમાનવીય વ્યવહાર થઈ રહ્યો છે, જે 2017માં પશ્ચિમ ચીનમાં શરૂ થયો હતો.

તાજેતરમાં સંયુક્ત રાષ્ટ્રે પણ ચીનમાં ઉઈગર મુસ્લિમો સાથે અમાનવીય વ્યવહાર પર ચિંતા વ્યક્ત કરી હતી. યુએનએ એક નિવેદનમાં કહ્યુ છે કે વિશ્વસનીય રિપોર્ટ્સ દ્વારા જાણકારી મળે છે કે ચીનમાં ઓછામાં ઓછા દશ લાખ ઉઈગર મુસ્લિમોને કસ્ટડીમાં લેવામાં આવ્યા છે. તેમને જિનજિયાંગના રિએજ્યુકેશન સેન્ટરમાં રાખવામાં આવ્યા છે.

નાથન યૂસરના જણાવ્યા પ્રમાણે, વીડિયોથી તારવી શકાય છે કે કસ્ટડીમાં લેવામાં આવેલા ઉઈગર મુસ્લિમોને કશગરના એક ડિટેન્શન સેન્ટરમાંથી એક નવી સુવિધામાં સ્થાનાંતરીત કરાઈ રહ્યા હતા. તેમણે કહ્યુ છે કે મે પહેલા પણ ઓસ્ટ્રેલિયન સરકાર સમક્ષ આ મુદ્દો ઉઠાવ્યો છે કે કેવી રીતે ઉઈગર અને અન્ય મુસ્લિમોને મનફાવે તેવી રીતે કસ્ટડીમાં રાખવામાં આવ્યા છે.

તેની વચ્ચે ચીનના વિદેશ મંત્રાલય અને ઓસ્ટ્રેલિયામાં ચીનના દૂતાવાસના અધિકારીઓએ મામલામાં કોઈપણ પ્રતિક્રિયા આપવાનો ઈન્કાર કર્યો છે.