Site icon Revoi.in

દિવ્યા અગ્રવાલ બની ‘બિગ બોસ ઓટીટી’ વિનર-  ટ્રોફી સહીત 25 લાખ રુપિયાનું મળ્યું ઈનામ

Social Share

મુંબઈઃ- છેલ્લા દિવસોથી ચાલી રહેલા બિગબોસ ઓટીટીએ લોકોને ભરપુર મનોરંજન પુરુ પાડ્યું હતું ત્યારે વિતેલા દિવસે આ શોનું ફાઈનલી રિઝલ્ટ સામે આવી ગયું છે,6 સપ્તાહ પહેલા શરૂ થયેલી બિગ બોસ ઓટીટીની ગ્રાન્ડ ફિનાલે 18 સપ્ટેમ્બરે યોજાઈ હતી, જ્યાં દિવ્યા અગ્રવાલે તમામ સ્પર્ધકોને હરાવીને ટ્રોફી જીતી હતી.

ઉલ્લેખનીય છે કે બિગ બોસ ઓટીટી કરણ જોહર દ્વારા હોસ્ટ કરવામાં આવ્યું હતું, અને ફાઇનલેમાં દિવ્યા અગ્રવાલ, નિશાંત ભટ્ટ, રાકેશ બાપટ, શમિતા શેટ્ટી અને પ્રતીક સહજપાલ વચ્ચેકાટાની ટક્કર યોજાઈ હતી આ સાથે જ કે વિજેતાને ટ્રોફી સાથે 25 લાખ રૂપિયાની રકમ મળવા પાત્ર બની છે. જ્યારે દિવ્યાએ આ શો જીત્યો છે , નિશાંત ફર્સ્ટ અને શમિતા સેકન્ડ રનર અપ રહી છે. ગૌહરે દિવ્યાને અભિનંદન આપતા ટ્વિટ પણ કર્યું છે.

ઉલ્લેખનીય છે કે 8 મી ઓગસ્ટના રોજ, બિગ બોસ ઓટીટી શો 8 વાગ્યે શરૂ થયો હતો. જ્યારે સલમાન ખાન પાછલી ઘણી સીઝનનું હોસ્ટિંગ કરી ચૂક્યા છે, ત્યારે બિગ બોસ ઓટીટી  આ વખતે કરણ જોહરે હોસ્ટ કર્યું હતું. હર સન્ડેકા વાર વાર એપિસોડમાં, કરણ જોહર 8 વાગ્યે આવતો હતો, જ્યારે 6 દિવસના બાકીના એપિસોડ સાંજે 7 વાગ્યે ટેલિકાસ્ટ કરવામાં આવતા હતા.

બિગ બોસ OTT માં કુલ 13 સ્પર્ધકો જોવા મળ્યા હતા. આ સ્પર્ધકોના નામ રાકેશ બાપટ, ઝીશાન ખાન, મિલિંદ ગાબા, નિશાંત ભટ્ટ, પ્રતીક સહજપાલ, કરણ નાથ, શમિતા શેટ્ટી, ઉર્ફી જાવેદ, નેહા ભસીન, મૂઝ જટાના, અક્ષરા સિંહ, દિવ્યા અગ્રવાલ અને રિદ્ધિમા પંડિતલજોવા મળ્યા છે. ઉર્ફી જાવેદ બિગ બોસ ઓટીટીના પહેલા સપ્તાહમાં શોમાંથી બહાર થઈ ગઈ હતી.

ત્યાર બાદ આ શોમાંથી   કરણનાથ અને રિદ્ધિમાની યાત્રા સમાપ્ત થઈ. તે જ સમયે, ઝીશાનને નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ બેઘર કરવામાં આવ્યા હતા. તે જ સમયે, મિલિંદ ગાબા, અક્ષરા સિંહ અને નેહા ભસીનને બાદમાં શોમાંથી દૂર કરવામાં આવ્યા હતા. હવે બિગ બોસ ઓટીટીના અંત પછી, હવે બિગ બોસ 15 ટૂંક સમયમાં શરૂ થશે. સલમાન ખાન બિગ બોસ 15 ને હોસ્ટ કરશે. બિગ બોસ 15 નું પ્રીમિયર 3 ઓક્ટોબરે રાત્રે 9 વાગ્યે થશે. બિગ બોસ 15 સોમવારથી શુક્રવાર રાત્રે 10.30 વાગ્યે પ્રસારિત થશે, જ્યારે વિકેન્ડ કા વાર શનિવાર-રવિવારે રાત્રે 9 વાગ્યે પ્રસારિત થશે.