Site icon Revoi.in

આ દિવસે ભૂલથી પણ ન કાપો નખ,શનિદેવ થઈ જશે નારાજ

Social Share

ઘરના વડીલો અમુક દિવસોમાં નખ કાપવાની મનાઈ ફરમાવે છે કારણ કે અઠવાડિયાના દરેક દિવસનું પોતાનું વિશેષ મહત્વ હોય છે. વાસ્તુશાસ્ત્રમાં નખ કાપવાના કેટલાક નિયમો પણ જણાવવામાં આવ્યા છે. આ મુજબ કયા દિવસે નખ કાપવા જોઈએ અથવા અઠવાડિયાનો કયો દિવસ નખ કાપવા માટે શુભ છે તેને લગતા નિયમો જણાવવામાં આવ્યા છે. તો ચાલો જાણીએ કે કયા દિવસે નખ કાપવા યોગ્ય માનવામાં આવે છે.

આ દિવસે નખ કાપવા નહીં

માન્યતાઓ અનુસાર ગુરુવાર, શનિવાર અને મંગળવારે ભૂલથી પણ નખ ન કાપવા જોઈએ. આ કારણે મંગળ, ગુરુ અને શનિ ગ્રહો અશુભ અસર આપે છે જેના કારણે વ્યક્તિને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે.

પૈસાની આવશે ખોટ

નખ માત્ર દિવસના સમયે કાપવા જોઈએ. વાસ્તુશાસ્ત્ર અનુસાર, સૂર્યાસ્ત પછી અથવા રાત્રે પણ નખ કાપવા શુભ માનવામાં આવતા નથી. આ કારણે દેવી લક્ષ્મી નારાજ થાય છે અને વ્યક્તિને પૈસા સંબંધિત સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે.

જીવનમાં આવશે તકલીફ

ચતુદર્શી અથવા અમાસની તિથી પર પણ નખ કાપવા અશુભ માનવામાં આવે છે. ચતુદર્શી અથવા અમાસની તિથી વાળા દિવસે નખ અથવા વાળ કાપવાથી વ્યક્તિના જીવનમાં કેટલાક પ્રકારની તકલીફોનો સામનો કરવો પડી શકે છે.

નખનો સંબંધ શનિ સાથે છે

શાસ્ત્રો અનુસાર નખનો સંબંધ શનિ સાથે છે, જો નખની યોગ્ય કાળજી લેવામાં ન આવે તો કર્મ આપનાર શનિદેવ ગુસ્સે થઈ શકે છે. આવી સ્થિતિમાં વ્યક્તિને તેમના ગુસ્સાનો સામનો કરવો પડી શકે છે. નખ સિવાય જો વાળ પણ સાફ ન કરવામાં આવે તો વ્યક્તિને ગરીબીનો સામનો કરવો પડી શકે છે.

કયા દિવસે નખ કાપવા?

અઠવાડિયાના સોમવાર, બુધવાર, શુક્રવાર અને રવિવારે નખ કાપવા શુભ માનવામાં આવે છે. આ દિવસોમાં નખ કાપવાથી વ્યક્તિને કોઈ સમસ્યાનો સામનો કરવો પડતો નથી. આ સિવાય રવિવારે નખ કાપવા પણ શુભ માનવામાં આવે છે. આ દિવસે નખ કાપવાથી ઘરમાં સકારાત્મકતા આવે છે.