Site icon Revoi.in

ઉત્તરપ્રદેશમાં ગાડીની નંબરપ્લેટ સાથે છેડછાડ કરવા પર થશે ભારે દંડ

Social Share

કાનપુર:  ઉત્તરપ્રદેશમાં એક જાગૃત વ્યક્તિની IGRSને ફરીયાદ કર્યા પછી એક મોટો બદલાવ આવી રહ્યો છે. ઉત્તરપ્રદેશમાં તથા દેશમાં કેટલાક વાહનોની નંબરપ્લેટ પર ઉત્તર પ્રદેશ સરકાર, પોલીસ,  ન્યાયધીશ, વકીલ, પત્રકાર, ડિફેન્સ, ધારાસભ્ય અને સાંસદ લખેલું જોવા મળે છે જે કેન્દ્ર સરકારના મોટર રુલ્સનો આ ખુલ્લો ભંગ છે.

હવે આ બાબતે ઉત્તર પ્રદેશમાં પોલીસ વિભાગ દ્વારા નિયમનો ભંગ કરનારા લોકોને મેમો આપવામાં આવી રહ્યા છે અને મોટર વ્હિકલ એક્ટની કલમ 177 મુજબ નિયમનો પ્રથમ વખત ભંગ કરવા પર 500 રૂપિયા અને બીજી વખત ભંગ કરવા પર 1500 રૂપિયાનો દંડ કરવામાં આવી રહ્યો છે.

સેન્ટ્રલ મોટર વિહીકલ નિયમ (CMRV) પ્રમાણે  ગાડીની નંબર પ્લેટ પર નિર્ધારિત ફોર્મેટ સિવાય કશું પણ ના લખેલું હોવું જોઈએ અને ગાડીઓના નંબર પ્લેટ પર નંબર સિવાય કશું પણ લખવું ખોટું છે. નંબરના ફોન્ટ સાઇઝ અને તેની સ્ટાઇલ પણ નિયમ પ્રમાણે હોવા જોઈએ.

જો કે ભારતમાં કેટલાક લોકો ટ્રાફિક નિયમનો તથા પરીવહનને લગતા નિયમોનો ભંગ જોવા મળે છે અને પ્રશાસન દ્વારા સખ્ત કાર્યવાહી કરવામાં આવતી હોવા છત્તા પણ સામાન્ય જનતા નિયમોનો અવારનવાર ભંગ કરે છે.