Site icon Revoi.in

કાગળમાં લપેટાયેલો કે ભરેલો ખોરાક કરી શકે કેન્સર જેવી ગંભીર બીમારી

Social Share

ઘણા લોકો તેમની ઓફિસના લંચને અખબારોમાં લપેટીને આવતા હોય છે. આ સિવાય કેટલાક લોકો ટ્રેનમાં મુસાફરી દરમિયાન ન્યુઝપેપર પર રાખીને ખોરાક ખાતા હોય છે. ભલે તમે આ આદત પર ધ્યાન દોરવયું ના હોય, પરંતુ તે તમારા સ્વાસ્થ્ય માટે ખૂબ નુકસાનકારક છે. ફૂટપાથ પર વેચાતા ખોરાકને અખબારમાં લપેટીને આપવામાં આવે છે. જે આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ નુકસાનકારક છે. ખાસ કરીને ચાટ પકોડીની દુકાનમાં લોકો ન્યુઝપેપર પર ખોરાક લેતા હોય છે. જો તમે પણ આ રીતે ખોરાક લેશો તો તમને ગંભીર બીમારીઓ થઈ શકે છે.

અખબારમાં લપેટાયેલું ખાવાનું ક્યારેય ન ખાવું જોઈએ. ખાસ કરીને ગરમ ખોરાક તમને ઘણી બીમારીઓ આપી શકે છે. કારણ કે અખબારમાં વપરાતી શાહીમાં કેમિકલ હોય છે. જે સ્વાસ્થ્ય માટે ખૂબ નુકસાનકારક છે. ગરમ ખોરાકને લીધે શાહી ખોરાકને વળગી રહે છે. આ તમારા સ્વાસ્થ્ય માટે હાનિકારક છે.

આ ઝેરી પદાર્થ ખાવાથી પેટની સમસ્યા થઈ શકે છે. આ સિવાય પેટમાં ઇન્ફેકશન પણ આવી શકે છે. અખબારની શાહીને લીધે મોઢાના કેન્સર અને પેટનું કેન્સર થવાની સંભાવના છે

ફુડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ ઘણી વખત કહ્યું છે કે, અખબારમાં લપેટેલો ખોરાક સ્વાસ્થ્ય માટે ખૂબ નુકસાનકારક છે. ખાસ કરીને બાળકો, વૃદ્ધ લોકો અને કોઈ પણ પ્રકારના રોગથી પીડાતા લોકોને અખબારમાં લપેટીને ખોરાક ન આપવો જોઈએ. તે તમારા ફેફસાં અને યકૃતને પણ અસર કરે છે. સ્વસ્થ રહેવા માટે, અખબારને બદલે એલ્યુમિનિયમ વરખનો ઉપયોગ કરો.

-દેવાંશી