Site icon Revoi.in

શું તમારી પણ ત્વચા દાઝી ગઈ છે? તો અપનાનો આ ઉપાય,અલ્સર અને બળતરાથી મળશે રાહત

Social Share

ક્યારેક અજાણતા પણ બનેલી ઘટના આપણને લાંબો સમય સુધી દુખ આપે છે અને હેરાન કરતી હોય છે. જેમ કે જ્યારે પણ કોઈ વ્યક્તિ દાઝી જાય ત્યારે લાંબો સમય સુધી તેને બળતરા પણ થતી હોય છે ત્યારે હવે આ પ્રકારના પીડિત લોકોને ચીંતા કરવાની જરૂર નથી. કારણ કે કેટલાક પ્રકારના ઉપાય કરવાથી પણ આ પ્રકારની સમસ્યાથી રાહત મળે છે.

જો તમારા ઘરમાં એલોવેરાનો છોડ છે તો ચિંતા કરવાની જરૂર નથી. બળવાની સમસ્યાના કિસ્સામાં, એલોવેરાના તાજા પાંદડા કાપી નાખો. ત્યાર બાદ સોજાવાળી જગ્યા પર એલોવેરા જેલ લગાવો. તેની જેલ તમારી બળતરાને પણ શાંત કરશે અને ત્વચામાં કાળા ડાઘ થવાથી પણ બચાવશે.

બર્ન પર ફોલ્લાઓ ટાળવા માટે તમે તરત જ ત્વચા પર મધ લગાવી શકો છો. આ માટે તમારે પહેલા જાળીની પટ્ટી પર એટલે કે ઈજા માટે ઉપયોગમાં લેવામાં આવતી સફેદ પટ્ટી પર મધ લગાવવું જોઈએ અને તેને સીધું બળી ગયેલી જગ્યા પર રાખવું જોઈએ. દિવસમાં ત્રણથી ચાર વખત આવું કરો અને સમયાંતરે પાટો બદલતા રહો.

આ ઉપરાંત ઠંડા પાણીનો ઉપયોગ કરો કેમ કે જ્યારે ત્વચા બળે છે, ત્યારે તરત જ તેના પર ઠંડુ પાણી રેડવાનું શરૂ કરો. ઓછામાં ઓછા 10 મિનિટ સુધી આ કરો. તમને જણાવી દઈએ કે દાઝી ગયેલી ત્વચા પર બરફ લગાવવાની ભૂલ ન કરો. તમને જણાવી દઈએ કે બરફ તમને રાહત આપે છે પરંતુ તે તમારા લોહીના પ્રવાહને રોકે છે.

Exit mobile version