Site icon Revoi.in

શું તમને ખબર છે તમારું આયુષ્ય કેટલા વર્ષનું છે? તો હવે તે પણ જાણી લો

Social Share

દરેક વ્યક્તિને તે વાત જાણવાની ઈચ્છા પણ હોય અને ડર પણ હોય કે તે કેટલા વર્ષ જીવશે, આવામાં બ્રાઝિલમાં થયેલા એક રિસર્ચ અનુસાર એક પગ પર ઊભા રહેવાનું સંતુલન કહી શકે છે કે તે વ્યક્તિ કેટલો સમય જીવી શકે છે. સંશોધન મુજબ જો 50 વર્ષથી વધુ ઉંમરના લોકો 10 સેકન્ડથી વધુ એક પગ પર ઊભા રહી શકતા નથી તો આગામી 10 વર્ષમાં તેમના મૃત્યુની શક્યતા બમણી થઈ જાય છે.

બ્રાઝિલના વૈજ્ઞાનિકોએ આ માટે 10 વર્ષ સુધી સંશોધન કર્યુ હતુ. આ દરમિયાન 10 વર્ષ સુધી લોકોના સંતુલન ટેસ્ટ એટલે કે બેલેન્સ ટેસ્ટ લેવામાં આવ્યા હતા. સંશોધકો એ પણ સમજવા માંગતા હતા કે શું આ બેલેન્સ ટેસ્ટને લોકોની નિયમિત આરોગ્ય તપાસમાં સામેલ કરવાની જરૂર છે. આ સંશોધન અભ્યાસમાં 1,700 લોકોને સામેલ કરવામાં આવ્યા હતા. વર્ષ 2009થી 2022 દરમિયાન તેમનું નિયમિત હેલ્થ ચેકઅપ કરવામાં આવ્યું હતું.

10 વર્ષના લાંબા સમય સુધી હાથ ધરવામાં આવેલા આ સંશોધન અભ્યાસમાં સંશોધકોએ શોધી કાઢ્યું હતું કે જે લોકો સંતુલન પરીક્ષણમાં નિષ્ફળ ગયા હતા તેઓનું વહેલું મૃત્યુ થવાની શક્યતા વધુ હતી. મૃત્યુ પામેલા લોકોના લિંગ, ઉંમર અને તબીબી ઈતિહાસને પણ ધ્યાનમાં લેવામાં આવ્યા હતા.

ઉલ્લેખનીય છે કે લાંબા આયુષ્ય માટે સ્વસ્થ રહેવું મહત્વપૂર્ણ છે અને સ્વસ્થ રહેવા માટે ફિટ રહેવું મહત્વપૂર્ણ છે.