Site icon Revoi.in

શું તમને ખબર છે? 90ના દશકમાં આ વસ્તુઓની હતી કમી

Social Share

જ્યારે પણ આપણે સૌ પાછળના વર્ષોને યાદ કરીએ ત્યારે હંમેશાં વિચાર આવે કે અત્યારનો સમય પણ પહેલા જોવો હોત તો કેવુ આપણને લાગે, પણ આજના સમયની જો વાત કરવામાં આવે તો 90ના દાયકાની તો અત્યારનો સમય પહેલા કરતા ઘણો સરળ અને ટેક્નોલોજીથી ભરેલો છે.

જો સૌથી પહેલા વાત કરીએ ફોટા માટે જોવી પડતી લાંબી રાહનીતો 90ના દશકમાં ફોટો પાડ્યા પછી ફોટો મેળવવામાં ખુબ સમય લાગતો હતો. તે સમયે કોડક ફિલ્મ રીલ, ફોટો પાડવા માટેનો એકમાત્ર રસ્તો હતો. ફોટો પાડ્યા પછી લગભગ 1 અઠવાડિયા પછી તે પ્રિન્ટ થઈને મળતા હતા.

આ ઉપરાંત પણ જો વાત કરવામાં આવે તો ઈનકમિંગ કોલમાં લેવાતા હતા પૈસા – 90ના દશકમાં વર્ષ 2000ની શરુઆતમાં ઈનકમિંગ કોલ માટે પૈસા લાગતા હતા. તે સમયે તમારા ફોનમાં ઈનકમિંગ કોલ માટે મિનિમમ બેલેન્સની જરુરત પડતી હતી.

પેઈડ SMS – તે સમયે SMS કરવા માટે 1 રુપિયા ચાર્જ લાગતો હતો. તે સમયે SMS પેકને રિન્યૂ કરવા માટે સ્ક્રેચ કાર્ડનો ઉપયોગ થતો હતો.

કેસેટ ટેપ – તે દશકમાં ટેપ રેકોર્ડર હતા. તેમાં રીલ વાળી કેસેટનો ઉપયોગ થતો હતો. પણ જ્યારે તેની રીલ ખરાબ થતી હતી, તો ઘણા લોકો તેને પેન્સિલથી બરાબર કરવું પડતુ હતુ. પણ આ કામ ખુબ કંટાળાજનક હતુ.