હવે મકરસંક્રાતિની તૈયારીઓ લગભગ બધાએ કરી દીધી છે ત્યારે આજના આ શુભ દિવસે આપણે સૌ કોઈ પતંગ ઉડાવતા હોઈએ છીએ પણ કદાચ આપણાને આ પતંગ ઉડાવા પાછળનું કારણ નહી ખબર હોય, પતંગ ઉડાવા પાછળ પણ ભગવાન રામ સાથેનું કનેક્શન જોડાયેલું છે તો ચાલો જોઈએ શું કનેક્શન છે.
જો પહેલા તો પતંગ ઉડાવા પાછળનું આપણે વૈજ્ઞાનિક કારણ જાણીએ,જ્ઞાનિક રીતે વાત કરીએ તો મકરસંક્રાંતિના દિવસે સૂર્યના કિરણો શરીર માટે અમૃત સમાન હોય છે, જે વિવિધ રોગોને દૂર કરવામાં મદદ કરે છે. તેથી, આ દિવસે પતંગ ઉડાડવાથી, તમે સૂર્યના કિરણોને વધુ પ્રમાણમાં શોષી શકો છો, જેના કારણે તમારા શરીરમાં વિટામિન ડીની ઉણપ પૂરી થાય છે. તેની સાથે જ વિવિધ પ્રકારની બીમારીઓથી બચી શકાય છે.એટલે આ એક કારણ વૈજ્ઞાનિક કારણ કહી શકાય જે સ્વાસ્થ્ય સાથે જોડાયેલ છે.
ઋગ્વેદમાં સૂર્ય માટે ‘પતંગ’ શબ્દ વપરાયો છે. પ્રાચીન ગ્રંથો મુજબ સૂર્ય પાસે કલ્યાણ થાય છે તથા અમંગળ, દરિદ્રતા અને રોગ દૂર થાય છે.આ સમયે ઉત્તર દિશામાં પવન હોય છે.આ દિવસે પતંગ ચગાવીને દિશા નક્કી કરાય છે આ ઉપરાંત આ દિવસે સૂર્ય સમક્ષ રહેવું વધુ સારુ હોવાથી લોકો આખોદિવસ પતંગ ચગાવે છે અને સૂર્યના કિરણોથી પોઝિટિવિટીનો અનુભવ કરે છે.
મકરસંક્રાંતિના દિવસે સ્નાન અને દાનનું વિશેષ મહત્વ છે. આ સાથે આ દિવસે ઘરોમાં ખીચડી, દહીં મોટા, તલના લાડુ, ચોખાના લાડુ જેવી વિવિધ પ્રકારની વાનગીઓ બનાવવામાં આવે છે. પરંતુ તેની સાથે ઘરના બાળકોથી લઈને વડીલો સુધી લોકો ચોક્કસથી પતંગ ઉડાવે છે.
પતંગ ઉડાવાની આ છે ઘાર્મિક માન્યતા
પૌરાણિક માન્યતાઓ અનુસાર, પતંગ ઉડાવવાની પરંપરા ભગવાન શ્રી રામ દ્વારા શરૂ કરવામાં આવી હતી. તમિલના તન્ના રામાયણ અનુસાર, મકરસંક્રાંતિના દિવસે ભગવાન શ્રી રામે પતંગ ઉડાવી હતી, જે ઈન્દ્રલોકમાં પહોંચી હતી. તેથી જ આ દિવસે પતંગ ઉડાડવામાં આવે છે.મકરસંક્રાંતિની જેમ, સ્વતંત્રતા દિવસ પર પણ પતંગ ઉડાવવાની પરંપરા છે. પતંગને સુખ, સ્વતંત્રતા અને શુભનું પ્રતીક માનવામાં આવે છે. તેથી જ આ દિવસોમાં પતંગ ઉડાવી ખુશીનો સંદેશ આપે છે.