Site icon Revoi.in

શું તમને કેમ્પિંગ કરવું ગમે છે? તો ભૂલ્યા વગર આ જગ્યાની લો મુલાકાત

Social Share

ફરવા માટે જ્યારે કોઈ પણ વ્યક્તિ નીકળે ત્યારે તેના પ્લાન બધા નક્કી જ હોય છે. કેટલાક લોકો દ્વારા નવી જગ્યા પર ચાલવાની તથા ફરવાની મજા લેવામાં આવતી હોય છે તો કેટલાક લોકો બંજી જંપિંગ અને સ્કાય ડાઈવિંગ કરતા હોય છે. આવામાં જે લોકોને કેમ્પિંગનો શોખ હોય તે લોકો માટે આ સ્થળો છે બેસ્ટ.

જો વાત કરવામાં આવે સ્પીતિ વેલીની તો હિમાચલ પ્રદેશમાં આવેલી સ્પીતિ વેલી પ્રવાસીઓમાં ખૂબ જ પ્રખ્યાત છે. અહીં આવવાનો શ્રેષ્ઠ સમય ઉનાળામાં છે. તમે અહીં કેમ્પિંગ,અને સુંદર દૃશ્યોનો આનંદ માણી શકો છો.

સોલાંગ વેલી – હિમાચલ પ્રદેશમાં સ્થિત, સોલાંગ વેલી ઉનાળાની રજાઓ ગાળવા માટે સારી જગ્યા છે. જો તમે એડવેન્ચર એક્ટિવિટીના શોખીન છો તો તમે અહીં અનેક પ્રકારની એક્ટિવિટીઝનો આનંદ માણી શકો છો. પ્રવાસીઓ દૂર-દૂરથી અહીં કેમ્પિંગ માટે આવે છે.

ચંદ્રતાલ તળાવ – હિમાચલ પ્રદેશમાં સ્થિત છે, ચંદ્રતાલ તળાવની મુલાકાત લઈ શકાય છે. ઉનાળાની રજાઓ ગાળવા માટે આ એક સારું સ્થળ છે. દર વર્ષે ઘણા પ્રવાસીઓ અહીં કેમ્પિંગ માટે આવે છે.

સોનમાર્ગ ઉનાળામાં જમ્મુ અને કાશ્મીર જઈ શકો છો. અહીં સોનમાર્ગમાં કેમ્પિંગનો આનંદ માણી શકશો. સોનમાર્ગ ખૂબ જ સુંદર જગ્યા છે. પ્રકૃતિના સુંદર નજારા તમને મંત્રમુગ્ધ કરશે. ઉનાળાની રજાઓ ગાળવા માટે આ એક સરસ જગ્યા છે. ઉનાળાની રજાઓમાં કેમ્પિંગ માટે આ સ્થળો શ્રેષ્ઠ છે, સોનમાર્ગ, ચંદ્રતાલ તળાવ,સોલાંગ વેલી અને સ્પીતિ વેલી આ તમામ સ્થળો પર તમે ઉનાળાની રજાઓને આનંદથી માણી શકો છો.