Site icon Revoi.in

આ મહિનામાં જ પરિવાર સાથે ફરવા જવાનું પ્લાન છે? તો સ્થળો વિશે વિચારો

Social Share

ભારત એક એવો દેશ છે કે જ્યાં પ્રવાસીઓને સંખ્યા ખુબ મોટી છે. દરેક જગ્યા પર પ્રવાસીઓની સંખ્યા જોવા મળી રહેતી હોય છે ત્યારે આવી ગરમીમાં પણ લોકોને બહાર જવાનું તો પ્લાન હોય છે જ. ઉત્તરાખંડ, પશ્ચિમ બંગાળ જેવા રાજ્યોમાં એવા અનેક સ્થળ છે જ્યાં ફરવાની મજા આવે અને સ્થળ પર સારી છે.

મે અને જૂન મહિનામાં તમે મધ્ય પ્રદેશમાં પચમઢી હિલ્સની મુલાકાત લેવા જઈ શકો છો. આ શ્રેષ્ઠ સ્થળો પૈકીનું એક છે. તમે અહીં વોટરફોલ, પાંડવ ગુફાઓ અને સતપુરા નેશનલ પાર્ક જેવા સ્થળોની મુલાકાત લઈ શકો છો. આ ઉપરાંત મસૂરી – મે મહિનામાં મસૂરીની મુલાકાત લઈ શકો છો. તમે અહીં કંપની ગાર્ડન, કેમ્પ્ટી ફોલ્સ અને લાલ ટિબ્બા જેવા સ્થળોની મુલાકાત લઈ શકો છો. જો તમને એડવેન્ચર એક્ટિવિટી કરવાનો શોખ હોય તો તમે પેરાગ્લાઈડિંગ અને ટ્રેકિંગ પણ કરી શકો છો.

શિમલા – શિમલા ઉત્તર ભારતમાં ફરવા માટેનું એક મહાન હિલ સ્ટેશન છે. તમે તમારા પરિવાર સાથે મોલ રોડ, ધ રિજ, કુફરી, આર્કી ફોર્ટ, જાખુ મંદિર અને ક્રાઈસ્ટ ચર્ચની મુલાકાત લઈ શકો છો. તમે અહીં ટોય ટ્રેનમાં ફરવાની મજા માણી શકો છો. મે મહિનામાં નૈનીતાલની મુલાકાત લઈ શકો છો. અહીંનું હવામાન ખૂબ જ ખુશનુમા રહે છે. નૈનીતાલમાં, તમે માલ રોડ, નૈની તળાવ, સ્નો વ્યુ પોઈન્ટ અને બોટનિકલ ગાર્ડન જેવા સ્થળોની મુલાકાત લઈ શકો છો.