Site icon Revoi.in

ઓછા ખર્ચામાં સરસ જગ્યા પર ફરવાનો પ્લાન છે? તો આ સ્થળ વિશે જાણી લો

Social Share

ઉનાળાના સમયમાં કેટલાક માતા પિતા તથા યુવાનોની ઈચ્છા હોય છે કે તે પોતાના બાળકોને લઈને ક્યાક સારી જગ્યાએ ફરવા જાય. ક્યારેક કેટલાક લોકોને ખર્ચની તકલીફ પણ આવતી હોય છે પણ હવે તે લોકોએ પણ ચિંતા કરવાની જરૂર નથી.

જ્યારે વાત આવે ઓછા ખર્ચમાં વધારે સારી જગ્યાએ ફરવાની તો આ સ્થળો બાળકો માટે બેસ્ટ છે અને કોઈ પણ વ્યક્તિને આ સ્થળ પર ફરવાની મજા પણ આવે છે. આ સ્થળોમાં સૌથી પહેલા તો છે ખજ્જિયાર – હિમાચલ પ્રદેશમાં સ્થિત ખજ્જિયાર ઉનાળાની રજાઓ ગાળવા માટે પણ ખૂબ જ સારી જગ્યા છે. ભીડથી દૂર આ જગ્યાએ તમે તમારા પરિવાર સાથે ગુણવત્તાયુક્ત સમય વિતાવી શકો છો. અહીં તમે કાલાટોપ વન્યજીવ અભયારણ્ય, ખજ્જિયાર તળાવ અને સાહસિક પ્રવૃત્તિઓનો આનંદ માણી શકો છો.

આ પછી બીજા નંબર પર આવે છે દાર્જિલિંગ – ઉનાળામાં દાર્જિલિંગ ફરવા માટે એક સારું સ્થળ છે. અહીં તમે ચાના બગીચામાં ફરવાની મજા માણી શકો છો. અહીંના મોહક ઘાસના મેદાનો તમને મંત્રમુગ્ધ કરશે. દાર્જિલિંગમાં તમે ટાઈગર હિલ અને રોક ગાર્ડન વગેરેની મુલાકાત લેવા જઈ શકો છો.

એના પછી છે અલમોડા – તમે ઉનાળામાં ઉત્તરાખંડના અલમોડા જઈ શકો છો. મુલાકાત લેવા માટે આ ખૂબ જ સારું સ્થળ છે. તમે અહીં કુદરતી સૌંદર્ય, સાહસિક પ્રવૃત્તિઓનો આનંદ લઈ શકો છો અને ઘણા પ્રખ્યાત સ્થળોની મુલાકાત લઈ શકો છો. તમે અલમોડામાં ડીયર પાર્ક, ઝીરો પોઈન્ટ અને દૂનાગીરી જેવા ઘણા સુંદર સ્થળોની મુલાકાત લઈ શકો છો.

Exit mobile version