Site icon Revoi.in

રાજસ્થાન ફરવાનો પ્લાન બનાવો છો? તો જાણી લો ખર્ચ વિશે

Social Share

રાજસ્થાનમાં ફરવા માટે દર વર્ષે મોટી સંખ્યામાં લોકો આવતા હોય છે, તે રાજ્યમાં મોટી સંખ્યામાં એવા સ્થળો પણ છે કે જે પ્રવાસીઓને વધારે પસંદ આવે છે. પ્રવાસીઓ આ સ્થળ પર એટલા માટે પણ ફરવા આવતા હોય છે કારણ કે રાજસ્થાનમાં ફરવા માટે ખર્ચ પણ ઓછો થાય છે.

જયપુર રાજસ્થાનની રાજધાની છે. તેને ગુલાબી શહેર પણ કહેવામાં આવે છે. કેમ કે, અહીં મોટાભાગના મકાનો આ રંગના છે. આ શહેરમાં તમે અલબર્ટ હોલ, જલ મહેલ, હવા મહેલ, જયગઢનો કિલ્લો, ઓમરનો કિલ્લો, નાહરગઢ ફોર્ટનો નજારો માણી શકો છો.

રાજસ્થાનમાં આવેલું ઉદેપુર શહેર કે જે તળાવોનું શહેર છે. આ ભારતના સૌથી રોમેન્ટિક સ્થળમાંથી એક છે. અહીં મોટી સંખ્યામાં કપલ્સ અને યુવા આવે છે. ઉદેપુરમાં તમે ઘણી જગ્યાઓ પર ફરી શકો છો. અહીં તમને પ્રાચિન સંરક્ષિત હવેલીઓ, મહેલો, ઘાટ અને મંદિરોને જોઈ શકો છો. જેમાં સિટી પેલેસ, મહારાણા પ્રતાપ સ્મારક, જગ મંદિર, ફતેહ સાગસ લેક અને પિછોલા લેક સામેલ છે.

આ શહેરમાં તમે ચિતોડગઢનો કિલ્લો જોઈ શકો છો. જે 700 એકર માં બનાવવામાં આવ્યો છે. તેનો ઇતિહાસ મધ્યકાલીન યુગના લોહિયાળ યુદ્ધનો પુરાવો રહ્યો છે. અહીં કિલ્લા બલિદાન અને સાહસના પ્રતિક તરીકે ઉભા છે. આ સ્થાન શ્રીકૃષ્ણની અનન્ય ભક્ત મીરાબાઈ સાથે જોડાયેલું છે અન રાણી પદ્માવતીની કહાની પણ ચિતોડગઢથી જોડાયેલી છે. આ ઉપરાંત વિજય સ્તંભ અહીંયાનું મુખ્ય આકર્ષણ છે.