Site icon Revoi.in

શું તમે માઈગ્રેનની સમસ્યાથી પીડાઈ સહ્યો છો ? તો આ કેટલીક ટિપ્સ તમારા માટે જેનાથી દુખાવા થઈ જશે ગાયબ

Social Share

ઉનાળાની ગરમી એટલે માથાનો દુખાવો, ઘણા લોકો એવા હશે કે જેને ગરમીની શરુઆત થતા જ માથાનો દુખાવો ઉપડે છે તો કેટલાક લોકો માઈગ્રેનની સમસ્યાથી પીડાયા હોય છે જો કે આ શારિરીક સમસ્યાની દવા કરાવી જરુર છે પણ સાથે જ ઘરેલું નુસ્ખાઓ પણ આ બીમારીમાં કારગાર સાબિત થાય છે,જો તમને પણ માઈગ્રેન કે માથાના દુખાવાની સમસ્યા છે તો આ કેટલીક ટિપ્સ તમારા કામની છે

માથાના દુખાવામાં અપનાવો આ ટિપ્સ

માથું દુખવાનું કારણ ડિહાઈડ્રેશન પણ હોય છે આ સમયે રોજ  4 લીટર લિટર પાણી પીવું જોઈએ સાથે સાથે ફળોનો તાજા રસનું સેવન કરવું જોઈએ  દુખાવો મટાડવામાં અસરકારક સાબિત થાય છે.

માથાના દુખાવામાં ગરદન દબાવવી કે બરડા પર માલિશ કરવાથઈ પણ આરામ મળે છે, હળવા હાથે સ્ટ્રેચિંગ કરવાથી પણ દુખાવામાં રાહત થાય છે.આ તમામ ઉપાય તમે ઘર બેઠા કરી શકો છે .

આ સાથે જ તમે કોી પાસે તમારા માથા પર હળવા હાથે થપલી મસાજ કરાવી દો એટલે કે બે હાથ વડે ઘીરે ઘીરે માથામાં મારવામાં આવે છે મારવાની સ્પિડ ખૂબ જ સ્લો હોય છે જેનાથી માથામાં  થતો દુખાવો    દૂર થાય છે.આ સમયે પણ વાળમાં તેલ નાખો ત્યાર બાદ આ ઉપાય કરો.

જો ગરમીના કારણે તમે બહારથી ઘરે આવો છો અને સતત માથું દુખે છે તેવા સમયે તમે તેલ માલિશ કરી શકો છો ,આ સાથે જ તમે કોી પણ તેલમાં પાણી મિક્સ કરીને વાળની સેંથીઓમાં નમાલિશ કરો આનાથી તમને આરામ મળશે.

જો તમે ઈચ્છો તો દિવેલ અને પાણીને મિક્સ કરીને વાળમાં મસાજ કરી શકો છો આનાથી પણ દુખાવામાં ખૂબ રાહત મળે છે.આ સાથે જ તમે જ્યારે ઘરે આવો ત્યારે તરત જ  શઆંત વાતાવરણમાં બેસી જાઓ જેનાથી માનસિક તણાવ દૂર થાય છે.

આ સાથે જ કપૂરને વાટીને તમે દિવેલમાં મિક્સ કરીલો અને તેને પણ વાળમાં નસાજ તરીકે ઉપયોગમાં લો આમ કરવાથી માથાના દુખાવામાં ચોક્કસ રાહત મળે છે.