Site icon Revoi.in

શું તમારે હિમવર્ષાનો આનંદ માણવો છે? તો ઉત્તર ભારતના આ સ્થળો પર પહોંચી જાવ

Social Share

ભારતમાં ઠંડી જગ્યા પર ફરવા વાળા લોકોને વર્ગ પણ મોટી સંખ્યામાં છે, મોટાભાગના લોકોને ઠંડી જગ્યાઓ પર ફરવાનું પસંદ હોય છે, ત્યારે જો વાત કરવામાં આવે ઉત્તર ભારતમાં આવેલા આ સ્થળોની તો આ જગ્યાઓ પર તો હિમ વર્ષા પણ જોવા મળે છે.

સૌથી પહેલા જો વાત કરવામાં આવે અરૂણાચલ પ્રદેશ રાજ્યમાં આવે તવાંગની તો, તવાંગ એક એવું સ્થળ છે જ્યાં મોટાભાગના પ્રવાસીઓ ફરવા આવે છે. દરિયાની સપાટીથી લગભગ 2 હજાર મીટરની ઉંચાઈ પર આવેલું તવાંગ કોઈ સ્વર્ગથી ઓછું નથી. તવાંગમાં હિમવર્ષાનો આનંદ માણવા દેશના ખૂણે-ખૂણેથી પ્રવાસીઓ આવે છે. ઘણી વખત તવાંગમાં એટલી બધી હિમવર્ષા થાય છે કે સૌથી ઊંચા પર્વતો પણ ઢંકાઈ જાય છે. જાન્યુઆરીમાં અહીં દરેક જગ્યાએ બરફ જોવા મળે છે. તવાંગમાં તમે તવાંગ મોનેસ્ટ્રી, નુરાનાંગ વોટરફોલ, વોર મેમોરિયલ અને સેલા પાસ જેવા અદ્ભુત સ્થળો જોઈ શકો છો.

આ ઉપરાંત જો વાત કરવામાં આવે, નાથુલા પાસની તો, જો ભારતમાં સ્થિત સુંદર અને પ્રસિદ્ધ પાસનું નામ લેવામાં આવે તો નાથુલા પાસનો ચોક્કસ સમાવેશ થાય છે. તેની સુંદરતા એટલી લોકપ્રિય છે કે પ્રવાસીઓ હંમેશા અહીં ફરવા આવતા રહે છે. હિમવર્ષા દરમિયાન નાથુલા પાસની સુંદરતા ચરમસીમા પર હોય છે. હિમવર્ષા દરમિયાન, જ્યારે પર્વતો, ઘાસના મેદાનો અને રસ્તાઓ ઢંકાઈ જાય છે, ત્યારે દૃશ્ય વધુ સુંદર લાગે છે.

અરુણાચલ પ્રદેશની એક જગ્યા એ પણ છે કે મેચુકા વેલીની તો, મેચુકા એક નાની, પરંતુ ખૂબ જ સુંદર અને મનમોહક ખીણ છે. દરિયાઈ સપાટીથી લગભગ 6 હજાર ફૂટની ઊંચાઈ પર સ્થિત આ ખીણ કોઈ સુંદર સ્વર્ગથી ઓછી નથી. મેચુકા ખીણમાં પણ ઘણી હિમવર્ષા થઈ રહી છે. ખાસ કરીને જાન્યુઆરી મહિનામાં અહીં વધુ બરફવર્ષા થાય છે. હિમવર્ષા દરમિયાન દેશના ખૂણે-ખૂણેથી પ્રવાસીઓ અહીં ફરવા આવે છે.