- દરેક વ્યક્તિના ફિંગર પ્રિન્ટ હોય છે અલગ અલગ
- ફિંગર પ્રિન્ટ ક્યારેય ભૂંસાતા નથી
- અાકસ્મિક રીતે પ્રિન્ટ ઘસાય જાય તો તે ટૂંક સમયમાં પાછા આવે છે
વિશ્વભરમાં દરેક લોકોની ફિંગર પ્રિન્ટ જૂદા જૂદા હોય છે.આ પ્રમાણે દરેક વ્યક્તિના એક બીજા સાથે ક્યારેય ફિંગર પ્રિન્ટ મેચ થતા નથી, દરેક વ્યક્તિના હાથમાં સ્કીનનાં બે પડ હોય છે. પહેલી પરતને એપિડર્મિસ અને બીજી પરતને ડર્મિસ કહેવામાં આવે છે.
આ સાથે જ જેમ જેમ વ્યક્તિની ઉંમર વધે છે, તેમ તેમ આ પરત પણ એકસાથે વધે છે. આ જ બંને પરતથી બને છે ફિંગરપ્રિન્ટ. ફિંગરપ્રિન્ટ ખઆસ હોય છે કે, તેનો ઉપયોગ પાસવર્ડ બનાવવામાં પણ થાય છે. આ જ કારણ છે કે મહત્વના ડોક્યૂમેન્ટ્સ બનાવવા માટે વ્યક્તિના ફિંગરપ્રિન્ટની જરૂર પડે છે.
બાળક જ્યારે માતાના ગર્ભમાં હોય છે, ત્યારથી ફિંગરપ્રિન્ટ બનવા લાગે છે. આ નિશાનો પાછળ વ્યક્તિના જીન્સ અને વાતાવરણનો પ્રભાવ હોય છે.જેમ જેમ માણસની ઉંમર વધવા લાગે તેમ તેમ આ પ્રિન્ટ પણ મોટા થતા જાય છે. બાળપણમાં મુલાયમ હોવાની સાથે સાથે જેમ જેમ ઉંમર વધે છે, તેમ તેમ આ નિશાન થોડા કડક થતા જાય છે. માણસના મૃત્યુ સુધી ફિંગરપ્રિન્ટમાં કોઈ ફેરફાર થતો નથી.
ફિંગર પ્રિન્ટ સ્કૂલ, કોલેજ, ઓફિસમાં હાજરી માટે આધાર કાર્ડ વગેરે તમામ ઉપયોગ કરે છે. હાથની ત્વચામાં આ ફિંગરપ્રિન્ટ ઘણા ઊંડા હોય છે કે હાથ દાઝી જાય અથવા એસિડ પણ પડે તો પણ ફિંગરપ્રિન્ટ ભસાઈ જતા નથી
જ્યારે હાથમાં કઈ વાગે ત્યારે પણ ફિંગર પ્રિન્ટ હાથમાં કોઈ પ્રકારની સમસ્યા થાય અને ફિંગરપ્રિન્ટ ગાયબ થઈ જાય તો થોડા સમય રે આવી પમ જાય છે
કોઈ પણ વ્યક્તિના ફિંગરપ્રિન્ટ બીજા વ્યક્તિ સાથે મેચ નથી થતા. દરેક વ્યક્તિના પોતાના યુનિક ફિંગરપ્રિન્ટ હોય છે અને તે આજીવન રહે છે.