Site icon Revoi.in

શું તેલને ચહેરા પર લગાવવાથી ખીલ દૂર થાય? જવાબ છે હા, આ તેલનો કરો ઉપયોગ અને જોવો જાદૂ

Social Share

જો કોઈ પણ બીમારી કે સમસ્યાનો યોગ્ય રીતે ઈલાજ કરવામાં આવે તો તેનાથી રાહત મળે છે, કેટલાક લોકો પોતાના ચહેરા પર રહેલા ખીલને દૂર કરવા માટે ક્યારેક કોઈ ફેસવોશનો ઉપયોગ કરે છે તો કેટલાક લોકો કેટલાક પ્રકારનો સાબુ ઉપયોગ કરતા હોય છે. આવામાં તમે એ જાણીને ચોંકી જશો કે જે તેલનો પણ યોગ્ય રીતે ઉપયોગ કરવામાં આવે તો તે પણ ચહેરા પરના ખીલને દૂર કરી શકે છે.

વાત એવી છે કે જોજોબા તેલ મસાજની. આ તેલનો ઉપયોગ ચમત્કારિક રીતે કરી શકાય છે. જોજોબા તેલના 4-6 ટીપાં લો અને તેને સ્વચ્છ ચહેરાની ત્વચા પર ત્મયાં સુધી મસાજ કરો જ્યાં સુધી તે શોષાઈ ન જાય. તેને ધોવાની જરૂર નથી. શ્રેષ્ઠ પરિણામો માટે, જોજોબા તેલનો ઉપયોગ રાત્રે મોઇશ્ચરાઇઝર તરીકે કરો. સૂતા પહેલા સ્વચ્છ ચહેરા પર જોજોબા તેલના થોડા ટીપાંથી મસાજ કરો અને બીજા દિવસે સવારે તેને ધોઈ લો. જોજોબા તેલનો નિયમિત ઉપયોગ ખીલની સમસ્યા દૂર કરે છે.

આ ઉપરાંત જો વાત કરવામાં આવે જોજોબા તેલ અને એલોવેરાની તો એનો પણ ઉપયોગ કરી શકાય છે. એક ચમચી એલોવેરા જેલમાં જોજોબા તેલના 3-4 ટીપાં મિક્સ કરો. અને મિશ્રણને આખા ચહેરા પર લગાવો. તેને 20 થી 30 મિનિટ સુધી રહેવા દો. ત્યાર બાદ સાદા પાણીથી ધોઈ લો. કુદરતી રીતે ખીલથી છુટકારો મેળવવા માટે દર બીજા દિવસે તેનો ઉપયોગ કરી શકાય છે.