Site icon Revoi.in

શરદ પૂર્ણિમા પર આ કાર્યો કરવાથી મા લક્ષમી થાય છે પ્રસન્ન – જાણો વ્રત કર્યું હોય તો શું કરવું

Social Share

શરદ પૂર્ણિમાં નજીક આવી રહી છે આ દિવસ માતા લક્ષ્મીના આશીર્વાદ મેળવવાનો ખાસ દિવસ ગણવામાં આવે છે. આ વખતે શરદ પૂર્ણિમા 9 ઓક્ટોબરે મનાવામાં આવી રહી  છે. એવું માનવામાં આવે છે કે શરદ પૂર્ણિમાના દિવસે ચંદ્રની શીતળતા મન અને મગજને શાંતિ આપે છે. આ સાથે એવું પણ માનવામાં આવે છે કે 2022ની શરદ પૂર્ણિમાની રાત્રે ચંદ્રને જોવાથી આંખો સંબંધિત સમસ્યાઓ ઓછી થાય છે.

જો  હિન્દુ શાસ્ત્રો પ્રમાણે જોવા જઈએ તો , પૂર્ણિમાની તારીખ દેવી લક્ષ્મીને સમર્પિત માનવામાં આવે છે. આ દિવસે દેવી લક્ષ્મીની વિશેષ પૂજાકરવામાં આવે છે. શરદ પૂર્ણિમાને કોજાગરી અથવા લક્ષ્મી પૂજા પણ કહેવામાં આવે છે. પૌરાણિક માન્યતા છે કે શરદ પૂર્ણિમાના દિવસે દેવી લક્ષ્મી સમુદ્ર મંથનમાંથી પ્રગટ થયા હતા. એટલા માટે કહેવાય છે કે આ દિવસે મા લક્ષ્મી ખૂબ જ પ્રસન્ન થાય છે. 

શરદ પૂનમની રાતે દૂધ-પૌંઆનું સેવન કરવું એ વાતનું પ્રતીક છે કે, ઠંડીની ઋતુમાં આપણે દૂધ-પૌંઆ ખાવા જોઇએ, કેમ કે, આ જ વસ્તુઓ દ્વારા ઠંડીમાં શક્તિ મળે છે. તેમાં દૂધ ઉપરાંત ચોખાના પૌંઆ, સૂકા મેવા વગેરે પૌષ્ટિક વસ્તુઓ ઉમેરવામાં આવે છે. જે શરીર માટે ફાયદાકારક હોય છે. આ વસ્તુઓના કારણે શરીરની રોગ પ્રતિરોધક ક્ષમતા વધે છે.

લક્ષમી સ્તોરનું પાઠ કરવું

શરદ પૂર્ણિમાના દિવસે લક્ષ્મી સ્તોત્રનો પાઠ કરવો ખૂબ જ શુભ માનવામાં આવે છે. આવી સ્થિતિમાં, આ દિવસે સાંજે સ્નાન કર્યા પછી, કોઈ પાટલા પર લાલ કપડું મૂકો અને તેના પર મા લક્ષ્મીની મૂર્તિ અથવા ફોટો સ્થાપિત કરો. આ પછી તેની વિધિવત પૂજા કરો અને લક્ષ્મી સ્તોત્રનો પાઠ કરો. એવું માનવામાં આવે છે કે ઈન્દ્રદેવે પણ આ સ્તોત્રથી માતા લક્ષ્મીની સ્તુતિ કરી હતી. આમ કરવાથી મા લક્ષ્મીની કૃપાથી ધન અને વૈભવ પ્રાપ્ત થાય છે.

નાગરવેલીના પાનને પૂજામાં રાખવા

તેના પાંદડા શુદ્ધ માનવામાં આવે છે. આ જ કારણ છે કે સામાન્ય રીતે દરેક પૂજામાં તેનો ઉપયોગ કરવામાં આવે છે. શરદ પૂર્ણિમાના દિવસે પણ પાન ચઢાવવાનું વિશેષ મહત્વ જણાવવામાં આવ્યું છે. એવું માનવામાં આવે છે કે આ દિવસે દેવી લક્ષ્મીને સોપારી ચઢાવવાથી તેમના વિશેષ આશીર્વાદ મળે છે. આ સાથે આ દિવસે તૈયાર કરાયેલ પાન દેવી લક્ષ્મીને અર્પણ કરીને ઘરના તમામ સભ્યોમાં વહેંચવું જોઈએ.

આ રીતે કરો મા લક્ષમીનું વ્રત

શરદ પૂર્ણિમાના દિવસે સવારે સ્નાન કરીને મા લક્ષ્મીની પૂજા કરો. તેની સાથે જ દેવી લક્ષ્મીને તેમની પૂજામાં સફેદ ફૂલ ચઢાવો. આ પછી દેવી લક્ષ્મીને સફેદ મીઠાઈ અર્પણ કરીને વ્રતનું વ્રત લેવું. સાંજે ફરી મા લક્ષ્મીની પૂજા અને આરતી. એવું માનવામાં આવે છે કે આ કરવાથી દેવી લક્ષ્મી પ્રસન્ન થાય છે અને તેમની મનોકામનાઓ પૂર્ણ કરે છે.

Exit mobile version