Site icon Revoi.in

દિવાળીમાં આ પ્રકારની મીઠાઈ ખાશો તો નહીં પડો બીમાર,જાણી લો તેના વિશે

Social Share

ભારતમાં તહેવારોની સિઝન(Festive season)માં મીઠાઈઓનો વપરાશ ખુબ વધી જાય છે. એક અંદાજ મુજબ દેશમાં મીઠાઈનું વાર્ષિક ટર્નઓવર 65 હજાર કરોડ રૂપિયાથી વધુ છે. દિવાળી પર અન્ય તહેવારો કરતાં વધુ મીઠાઈઓનું વેચાણ થાય છે. દિવાળી પર મિઠાઈની આ જબરદસ્ત ડિમાન્ડને કારણે દેશમાં ભેળસેળયુક્ત મીઠાઈનું બજાર ઊભું થયું છે પણ આપણે સલામત રહીને તહેવારનો આનંદ માણી શકીએ તેના માટે આટલું કરવું જોઈએ.

દિવાળીનો આ અનેરો ઉત્સવ ભલે થોડા દિવસ બાદ હોય, પણ આપણે તો પેંડા ને બરફી જેવી મીઠાઈ આજે જ ખાઈ લઈએ… બરફ જેવી લિજ્જતદાર બરફી બરફી એક ભારતીય મીઠાઈ છે. બેસન બરફી, કાજુ બરફી, પિસ્તા બરફી જેવા બરફીના વિવિધ પ્રકાર છે. એ પ્રમાણે તેનો સ્વાદ પણ બદલાય છે. તમને જાણીને નવાઈ લાગશે કે બરફીનું નામ ‘બરફ’ શબ્દ પરથી પાડવામાં આવ્યું છે કારણ કે તે દેખાવમાં બરફ જેવી લાગે છે. કાજુ, નારિયેળ, પિસ્તા, એલચી જેવી વસ્તુઓનો ઉપયોગ કરીને મજેદાર બરફી બનાવવામાં આવે છે.

ઘણી વાર તો તેના ઉપર ચાંદીનો વરખ લગાડીને તેને સજાવવામાં આવે છે. ગોળ ગોળ પેંડા પેંડાને ‘પેરા’ કે ‘પેઢા’ પણ કહેવાય છે. ગુજરાતમાં ગોળ આકારના પીળા, કેસરી કે સફેદ રંગનાં પેંડા હોય છે. જોકે, દેશના અન્ય ભાગમાં મળતા પેંડા રોટલીના લૂઆ આકારના અને આછા બદામીથી ઘેરા બદામી રંગના હોય છે. જોકે, હવે તો પેંડામાં ફૂડ કલર ઉમેરીને તેને રંગબેરંગી બનાવવામાં આવે છે. એવું કહેવાય છે કે પેંડાની ઉત્પત્તિ ભારતના ઉત્તરપ્રદેશ રાજ્યમાં થઈ. મલાઈ પેંડા, કચ્છી પેંડા અને કેસર પેંડા ઉપરાંત પેંડાના અનેક પ્રકાર છે. દોસ્તો, પેંડા, બરફી ઉપરાંત રસમલાઈ, ગુલાબજાંબુ, લાડુ, કાજુકતરી, ગઝક, મોહનથાળ, મગજ, સૂતરફેણી, હલવો જેવી રસઝરતી મીઠાઈઓ તો ખરી જ.