Site icon Revoi.in

શું તમારા મેકઅપમાં આઈશેડો નથી? તો હવે લિપ્સ્ટિકનો આ રીતે કરો મલ્ટી યૂઝ

Social Share

મહિલાઓ પોતાના લિપ્સને સુંદર અને કોમળ બનાવવા માટે અનેક પ્રસંગોમાં કે તહેવારોમાં લિપ્સ્ટિકનો ઉપયોગ કરે છે, રેડ, મરુન ,પિંક જેવા લિપ્સ્ટિકના શેડ મોટા પ્રમાણમાં મહિલાઓ લગાવે છે, ત્યારે આ લિપ્સ્ટિકને હોઠ પર લગાવવા સિવાય પણ બીજા કેટલાક ઉપયોગ થાય છે, અને આ ઉપયોગ થકી આપણે ચહેરા પરના બીજા કોસ્મેટિક ખર્ચની બચત પણ કરી શકીએ છીએ.

લિપ્સ્ટિકના આ અનેક ઉપયોગ તમે તહેવારમાં, પાર્ટીમાં પ્રસંગમાં કરી શકો છો, હવે તમારા મનમાં એ સવાલ થતો હશે કે લિપ્સ્ટિકના એવા તો ચહેરા પર બીજા શું ઉપયોગ હોઈ શકે ? તો ચાલો જાણીએ લિપ્સિટકના અન્ય કેટલાક ઉપયોગ

આઈશેડો તરીકે ઉપયોગઃ- જો તમારે મેચિગં આઈશેડો ન મળતો હોય અને તમારા પાસે મેચિંગ લિપ્સ્ટિક હોય તો તમે આઈશેડો તરીકે લિપ્સ્ટિકને હાથની આંગળીઓ વડે આંખો પર લગાવીને મેચિંગ આઈશેડો તરીકે તેનો ઉપયોગ કરી શકો છો.

સ્કિન કલરની લિપ્સ્ટિને કન્સિલર તરીકે ઉપયોગઃ- સજો તમારી પાસે કન્સિલર ન હોય અને અચાનક તમને તેની જરુર પડે છે અને તમારા પાસે સ્કિન કલર અથવા તો લાઈટ પિંક કલરની લિપ્સ્ટિક અવેલેબલ હોય તો કન્સિલર તરીકે આ લિપ્સ્ટિકનો ઉપયોગ કરી શકો છો.

બ્લશર તરીકે લિપ્સ્ટિકનો ઉપયોગઃ- તમે તમારા મેકઅપ બોક્સમાં રહેલી લિપ્સ્ટિકને બ્લશર તરીકે યૂઝ કરી શકો છો, તમારા ગાલને એક કુદરતી રંગ અને સુંદરતા આપવા અને ગાલ પરની ડાર્કનેસ સંતાડવા માટે તમે લિપ્સ્ટિકનો ઉપયોગ કરી શકો છોઆ માટે તમે હળવા કલરની લાલ લિપસ્ટિક લગાવો અને તેને મેકઅપની બ્રશની મદદથી ગાલ પર ફેલાવી દો. ત્યારબાદ થોડા ફિક્સિંગ પાવડરથી તેવે સેટ કરો.

લિપ બામ તરીકે ઉપયોગઃ- તમારા મેકઅપ બોક્સમાં રહેતી અલગ અલગ રંગની લિપ્સ્ટિકમાંથી જે કલરનો તમને લીપ બામ કરવા ઈચ્છતા હોય તે લિપ્સ્ટિકને પ્રેટોલિયમ વેસેલિન સાથે એક વાસણમાં ગરમ કરો અથવા માઈક્રોવેવમાં પણ હીટ આપી શકો છો અને આ રીત મિક્સ કરીલો, ત્યાર બાદ તે જામી જાય એટલે તેનો લીપબામ કરીકે ઉપયોગ કરો.

બિંદીયા તરીકે લિપ્સ્ટિકનો ઇપયોગઃ- જો તમે પ્રસંગકે વાર તહેવારમાં તૈયાર થયા હોવ અને તમારા પાસે કલરિંગ ચાંદલા અથવા તો તમારા કપડાના મેચિંગ ચાંદલા ન હોય ત્યારે લિપ્સ્ટિકને એક પાતળી સ્ચિક વજે કપાળ પર ચાંદલો કરી શકો છો, આ સાથે જ એકથી વધુ નાના મોટા ચાંદલાનું રુપ આપીને તમારા કપાળની શોભા વધારી શકો છો.

સેથો ભરવા માટે લિપ્સ્ટિકનો ઉપયોગઃ- આજ કાલ સિંદૂરના બદલે લોકો લિપ્સ્ટિકથી સેથી ભરતા થયા છે, ત્યારે મરુન, લાલ કે પિંક જેવા કલરની લિપ્સ્ટિકથી તમે તમારો સેથો ભરી શકો છો, જે કલરના કપડા પહેર્યા હોય તે કલરની લિપ્સ્ટિક વડે તમે સેથો પુરુ શકો છો.