Site icon Revoi.in

કોરોનાના કેસોમાં રાહત જોતા ત્રીજી લહેરની શંકાઓ ઘટી – સતત બીજા દિસવે 30 હજારથી પણ ઓછા કેસ નોંધાયા,એક્ટિવ કેસોની સંખ્યા પણ ઘટી

Social Share

 

દિલ્હીઃ- દેશમાં વિતેલા વર્ષથી જ કોરોના મહામારી વર્તાઈ રહી હતી જો કે, ઘીમે ઘીમે કોરોનાની બીજી લહેર ઓછી થઈ ચૂકી છે ત્યારે હવે ત્રીજી લહેરની શક્યતાઓ પણ ઘટતી જોવા મળી રહી છે,કોરોનાની ત્રીજી લહેરના ભય વચ્ચે સતત બીજા દિવસે કોરોનાના 30 હજારથી ઓછા કેસ સામે આવતા મોટી રાહત જોવા મળી રહી છે.

આ બાબતે આરોગ્ય મંત્રાલયના આંકડાઓ પ્રમાણે આજ રોજ રવિવારે છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના 28 હજાર 326 નવા કેસ નોંધાયા છે, જ્યારે સમાન સમયમાં 260 લોકોના કોરોનાના કારણે  મોત થયા છે.

છેલ્લા 24 કલામાં જો સાજા થનારા દર્દીઓની વાત કરીએ તો 26 હજાર 32 દર્દીઓ કોરોનાને માત આપીને સ્વસ્થ છે. આ સાથએ જ સક્રિય કેસોની સંખ્યાઓ પણ ઘટતી જતી જોવા મળી રહી છે. સક્રિય દર્દીઓની સંખ્યાની જો વાત કરીએ તો હાલમાં 3 લાખ 3 હજાર 476  એક્ટિવ કેસ જોવા મળે છે.આ સાથે જ દેશમાં મૃતકોની કુલ સંખ્યાની જો વાત કરવામાં આવે  તો તે વધીને 4 લાખ 46 હજાર 918 થી ચૂકી છે. 3 કરોડ 29 લાખ 2 હજાર 351 દર્દીઓ કુલ અત્યાર સુધી સ્વસ્થ થયા છે.

વિતેલા દિવસને શનિવારના જો છલ્લા 24 કલાકની વાત કરીે તો ત્યારે 29 હજાર 600 જેટલા કોરોનાના કેસ  સામે આવ્યા હતા આ સાથે જ 28 હજારથી વધુ દર્દીઓ કોરોનાથી સાજા થયા હતા,તો તેના આગલે દિવસને શુક્રવારના છેલ્લા 24 કલાકમાં કોરોનાના 31 હજારથી વધુ કેસ નોંધાયા હતા ત્યારે આ બે દિવસો બાદ કોરોનાના કેસોની સંખ્યા 30 હજારથી ઓછી નોંધાઈ રહી છે,તેને જોતા કોરોનાની ત્રીજી લહેરની શંકાઓ ઘટી શકે છે.જો આવનારા તહેવારોમાં ખાસ ધ્યાન આપવામાં આવે અને નિયમોનું પાલન કરવામાં આવે તો ચોક્કસ કોરોનાની ત્રીજી લહેરને ટાળી શકાશે.