Site icon Revoi.in

દુશ્મનોનો નાશ કરનારી લેઝર ગાઈડેડ એન્ટી ટેન્ક મિસાઈલનું DRDO એ કર્યું સફળ પરિક્ષણ

Social Share

દેશમાં હાલ ત્રણેય સેનાઓને મજબુત બનાવવા માટે અનેક પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે, સાથે જ આત્મનિર્ભર ભારત થકી પણ મિસાઈલનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે, દરેક મોરચે ભારતને દેશમાંથી જ પુરતા પ્રમાણમાં સાધન સામગ્રી મળી રહે તે દીશામાં સતત કેન્દ્ર સરકાર તરફથી કાર્ય હાથ ઘરવામાં આવી રહ્યું છે. અને ા દીશામાં આપણાને મોટે ભાગે સફળતા પણ પ્રાપ્ત થતી જોઈ શકાય છે.

ત્યારે હવે લદ્દાખ સીમા બાબતે ભારત ચીન વચ્ચે સર્જાયેલ તણાવની સ્થિતિમાં હવે રક્ષા સંશોધન અને વિકાસ સંગઠન (ડીઆરડીઓ) ને એકબીજી મોટી સફળતા પ્રાપ્ત થઈ છે. એમબીટી અર્જુન ટાંકીમાંથી લેસર-ગાઇડ એન્ટી-ટેન્ક ગાઇડડ મિસાઇલનું સફળતાપૂર્વક પરીક્ષણ કરવામાં આવ્યું છે.

આ સફળતા અંગે, રક્ષામંત્રી રાજનાથસિંહે કહ્યું કે, ડીઆરડીઓને એમબીટી અર્જુન તરફથી અહમદનગરના કેકે રેન્જ ખાતે લેસર ગાઇડ એન્ટી ટેન્ક ગાઇડ મિસાઈલનું સફળતાપૂર્વક પરીક્ષણ કરવા બદલ અભિનંદન. ભારતને ડીઆરડીઓ પર ગર્વ છે, જે નજીકના ભવિષ્યમાં આયાત નિર્ભરતા ઘટાડવાની દિશામાં કામ કરી રહ્યું છે.

ઉલ્લેખનીય છે કે ડીઆરડીઓ આત્મ નિર્ભરતાની દીશામાં આગળ વધી રહ્યું છે,અને ભારતને જરુરી તમામ મિસાઈલ તેમના થકી જ પુરા પાડવાના સફળ પ્રયત્નો હાથ ધરવામાં આવી રહ્યા છે.

સાહીન-