Site icon Revoi.in

દ્રોણાચાર્ય એવોર્ડથી સન્માનિત હરેન્દ્ર સિંહની અમેરિકી પુરુષ હોકી ટીમના મુખ્ય કોચ તરીકે પસંદગી

Social Share

નવી દિલ્હી : ભારતની પુરુષ અને મહિલા હોકી ટીમોના કોચ રહેલા હરેન્દ્ર સિંહની અમેરિકાના સીનિયર પુરૂષ હોકી ટીમના કોચ તરીકે નિમણૂક કરવામાં આવી છે. વર્ષ 2012 માં કોચિંગના સૌથી મોટા રાષ્ટ્રીય પુરસ્કાર માટે દ્રોણાચાર્ય એવોર્ડથી સન્માનિત હરેન્દ્ર 2017-18માં ભારતના સિનીયર પુરુષ હોકી ટીમના કોચ હતા. આ પહેલા તે મહિલા ટીમના પણ કોચ હતા.

મીડિયા રિપોર્ટના જણાવ્યા મુજબ,હરેન્દ્રએ કહ્યું કે તેઓ આ તક માટે ખૂબ જ આભારી છે. હરેન્દ્રએ કહ્યું કે,હું આ નવી ભૂમિકાને લઈને રોમાંચિત છું. હું જલદીથી અમેરિકી ટીમમાં જોડાઈ તેની ખામીઓ પર કામ કરવા માંગું છું.

ભારતીય પુરુષ ટીમ સાથે હરેન્દ્ર સિંહનો પહેલો કાર્યકાળ 2018 એશિયન ચેમ્પિયન્સ ટ્રોફી હતું,જ્યાં તેણે ભારતને ગોલ્ડ મેડલ અપાવ્યો હતો. ત્યારબાદ તેણે ભુવનેશ્વર 2018 માં આયોજિત પુરુષ વિશ્વ કપમાં ભારતને પાંચમો ક્રમ અપાવ્યો હતો.તેની દેખરેખ હેઠળ પુરુષ ટીમે 2018 ચેમ્પિયન્સ ટ્રોફીમાં રજત અને 2018 એશિયન ગેમ્સમાં બ્રોન્ઝ જીત્યો હતો.

દેવાંશી

Exit mobile version