Site icon Revoi.in

એરલાયન્સ કર્મચારીઓ માટે 31 જાન્યુઆરીથી ડ્રગ્સ ટેસ્ટ અનિવાર્યઃ પોઝિટવ હોવા પર ડ્યૂટિમાંથી હટાવી નશા મૂક્તિ કેન્દ્રમાં મોકલાશે

Social Share

દિલ્હીઃ- દેશભરમાં ઘણા જાહેર સ્થળોએ અનેક લોકો નશામાં ચૂર જોવા મળતા હોય છે, ત્યારે ટ્રાવેલિંગમાં જો કોા નશો કરે તો તે ખરેખર પોતાના સહીત બીજાઓ માટે જોખમરુપ સાબિત થઈ શકે છે, ત્યારે હવે એરલાઇન્સના કર્મચારીઓ માટે પણ નશાને લઈને એક ખાસ નિયમ બનાવાયો છે.

આ બાબતને લઈને નાગરિક ઉડ્ડયન મહાનિદેશાલય આ અંગેની માર્ગદર્શિકા જારી કરી છે.આ હેછળ હવે એરલાયન્સમાં કર્મીઓના ડ્રગ ટેસ્ટ હવે ફરજિયાત કરવામાં આવ્યો છે. જો તેમનો ટેસ્ટ પોઝિટિવ આવશે તો તેમને ડ્રગ મુક્તિ કેન્દ્રમાં મોકલવામાં આવશે.

ડીજીસીએના જણાવ્યા પ્રમાણે,  વિષશ્વભરમાં આ સાઈકોએક્ટિવ પ્રદાર્થો  જેવા કે કોકીન અને ગાંજાની ઉપલબ્ધતા વધી રહી છે. ઉડ્ડયન ક્ષેત્ર માટે પણ આ ઊંડો ચિંતાનો વિષય છે. ફ્લાઇટ સેવાઓને વધુ સુરક્ષિત બનાવવા માટે આ પગલું લેવામાં આવ્યું છે. માર્ગદર્શિકા 31 જાન્યુઆરી, 2022 થી અમલમાં આવશે

જારી કરવામાં આવેલા દિશા નરિદેશ હેછળ એરલાઇન્સે તેમના ફ્લાઇટ ક્રૂ અને એર ટ્રાફિક કંટ્રોલર સ્ટાફના ડ્રગ ટેસ્ટ જાતે કરાવવાના રહેશે. જો કોઈ કર્મી પોઝિટિવ જણાય તો તેને ફરજ પરથી દૂર કરીને વ્યસન મુક્તિ કેન્દ્રમાં મોકલવો પડશે. એરલાઇન કંપનીઓએ લગભગ 10 ટકા સ્ટાફની રેન્ડમ ડ્રગ ટેસ્ટ કરાવવી પડશે.