Site icon Revoi.in

દિલ્હીમાં પુરની શક્યતા વચ્ચે આજે બેઠક યોજાઈ – સતત વરસાદને કારણે શાળાઓમાં રવિવાર સુધી રજાઓ જાહેર

Social Share

 

દિલ્હીઃ- છેલ્લા કેટલાક દિવસથી વરસી રહેલા વરસાદને લઈને દિલ્હીમાં યમુનાનું સ્તર ઐતિહાસિક સપાટી વટાવી ગયું છે જેના પાણી દિલ્હીના માર્ગો પર તથા માર્કેટમાં આવી ચૂક્યા છે જેને લઈને દિલ્હીનું તંત્ર પણ એવલર્ટ મોડમાં છે ત્યારે હવે વરસાદના કહેરને જોતા દિલ્હી સરકારે શાળાઓની રજાને લઈને મહત્વનો નિર્ણય લીધો છે.

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કહ્યું કે યમુનામાં જળસ્તર વધવાથી ઉભી થયેલી પરિસ્થિતિ પર આજે ડીડીએમએની બેઠક યોજાઈ હતી. બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો કે દિલ્હીની તમામ શાળાઓ, કોલેજો અને યુનિવર્સિટીઓ રવિવાર સુધી બંધ રહેશે. તમામ બિન-આવશ્યક સરકારી કચેરીઓને ઘરેથી કામ કરાવવામાં આવી રહી છે. ખાનગી ઓફિસોને પણ ઘરેથી કામ લાગુ કરવા માટે એડવાઈઝરી જારી કરવામાં આવી રહી છે.
રાજધાની દિલ્હીના ઘણા વિસ્તારોમાં પૂરનું જોખમ મંડળાી રહ્યું છેહથની કુંડ બેરેજમાંથી પાણી છોડાયા બાદ યમુના નદીનું પાણી ઝડપથી વધી રહ્યું છે. દિલ્હીમાં કેટલાક રસ્તાઓ સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવ્યા છે.
આ સહીત યમુના બેંક મેટ્રો સ્ટેશન પર એન્ટ્રી અને એક્ઝિટ અસ્થાયી રૂપે બંધ કરી દેવામાં આવી છે. દિલ્હીમાં રવિવાર સુધી શાળા અને કોલેજો બંધ રહેશે.તાજેતરમાં હિમાચલ પ્રદેશથી લઈને દિલ્હી-પંજાબ-હરિયાણા સુધી પૂર અને વરસાદનો કહેર જોવા મળી રહ્યો છે. દિલ્હીમાં યમુના નદીનું જળસ્તર વધતા તંત્ર ચિંતામાં સરી પડ્યું છે.
આ સહીત આજરોજ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કહ્યું કે વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ બંધ થવાને કારણે પાણી પુરવઠા પર 25 ટકા અસર થશે. એટલા માટે પાણીનું રેશનિંગ કરવામાં આવશે. ફક્ત આવશ્યક સેવાઓ વહન કરતા મોટા વાહનોને જ દિલ્હીમાં પ્રવેશવાની મંજૂરી આપવામાં આવશે એમ પણ જમાવ્યું છે ટૂંકા ગાળામાં પાણીનો નિકાલ થતા સ્થિતિ સરળ અને સામાન્ય બની જશે .