Site icon Revoi.in

જમ્મુ કાશ્મીરમાં ભૂકંપના આંચકા અનુભવાયા, 3.૭ ની તીવ્રતા નોંધાઈ

Social Share

શ્રીનગર: જમ્મુ કાશ્મીરમાં સોમવારે સવારે 8.33 કલાકે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. નેશનલ સેંટર ફોર સિસ્મોલોજી દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 3.7 માપવામાં આવી છે. આ ભૂકંપનું એપીસેન્ટર ભારત- પાકિસ્તાનની બોર્ડર હોવાનું જણાવાયું છે

ભૂકંપના આંચકા અનુભવાતા થોડી સેકન્ડો સુધી ધરતી ધ્રૂજતી રહેતા લોકો ગભરાટના માર્યા ઘરોની બહાર દોડી આવ્યા હતા.ભૂકંપના કારણે કોઈ જાનહાનિ કે નુકસાનના સમાચાર હજુ સુધી મળ્યા નથી.જો કે ભૂકંપનો આંચકો ભારે ન હોવાના કારણે લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.

અગાઉ લદ્દાખમાં 3 ડિસેમ્બરે બપોરે 1:40 વાગ્યે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 3.5 માપવામાં આવી હતી.