Site icon Revoi.in

કચ્છમાં અઠવાડિયામાં બીજી વખત ધરા ધ્રુજી, દુધઈમાં ભૂકંપનો હળવો આંચકો

Social Share

અમદાવાદઃ ગુજરાતના સરહદી જિલ્લા કચ્છમાં એક અઠવાડિયામાં બીજીવાર ભૂકંપનો આંચકો આવ્યો હતો. તાજેતરમાં જ ખાડવામાં ભૂકંપનો હળવો આંચકો નોંધાયો હતો. હવે કચ્છના દુધઈમાં ભૂકંપનો આંચકો નોંધાયો હતો. સદનસીબે ભૂકંપના આ આંચકામાં કોઈ નુકસાની થઈ નથી. કચ્છના પેટાળમાં ફોલ્ટલાઈન સક્રીય હોવાથી સૌરાષ્ટ્ર-કચ્છમાં અવાર-નવાર ભૂકંપના આંચકા આવતા હોવાનું જાણકારો માની રહ્યાં છે. બીજી તરફ કચ્છમાં એક જ અઠવાડિયામાં ભૂકંપનો બીજો હળવો આંચકો આવતા લોકોમાં ભય ફેલાયો છે.

કચ્છ જિલ્લામાં એક સપ્તાહમાં બીજી વાર ભૂકંપનો આંચકો અનુભવાયો છે. મધ્ય રાત્રે 2:30 મિનિટે ભૂકંપનો આંચકો અનુભવાયો હોવાનું જાણવા મળે છે. દુધઈ નજીક 3.3 તીવ્રતાનો આંચકો નોંધાયો હતો. ભૂકંપનો કેન્દ્ર બિંદુ દુધઈથી 19 કીમી દૂર નોંધાયું હતો. આ પહેલા કચ્છમાં ખાવડા નજીક ભૂકંપના આંચકા અનુભવાયા હતા. સવારે 8:47 કલાકે 3.2 ની તીવ્રતાનો આંચકો અનુભવાયો હતો.

ગુજરાતમાં વર્ષ 2001માં ગોઝારો ભૂકંપ આપ્યો હતો અને તેનું કેન્દ્ર બિંદુ કચ્છમાં નોંધાયું હતું. વર્ષ 2001માં આવેલા ગોઝારા ભૂકંપમાં સૌથી વધારે નુકસાન કચ્છમાં થયું હતું. જો કે, વર્ષ 2001માં કચ્છમાં અવાર-નવાર ભૂકંપના હળવા આંચકા નોંધાયો છે. એટલું જ નહીં છેલ્લા કેટલાક મહિનાઓથી સૌરાષ્ટ્ર-કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં કેટલાક હળવા આંચકા આવ્યાં છે.