નવી દિલ્હી, 19 જાન્યુઆરી 2026: લદ્દાખ અને જમ્મુ-કાશ્મીરમાં આજે સોમવારે ભૂંકપનો આંચકો આવ્યો હતો. જેની તીવ્રતા રિક્ટર સ્ટેલ ઉપર 5.7ની નોંધાઈ હતી. તેમજ તેનુ કેન્દ્રબિંદુ લદ્દાખના લેહ વિસ્તારમાં નોંધાયાનું જાણવા મળે છે. ભૂકંપનો આંચકો આવતા લદ્દાખ અને જમ્મુ-કાશ્મીરના લોકોમાં ફફડાટ ફેલાયો હતો તેમજ ઘરની બહાર દોડી ગયા હતા.
સ્થાનિક હવામાન વિભાગના ડાયરેક્ટરના જણાવ્યા અનુસાર આજે સવારે 11.51 કલાકે રિક્ટર સ્કેલ ઉપર 5.7ની તીવ્રતા નોંધાઈ હતી. ભૂકંપનું કેન્દ્રબિંદુ જમીનની અંદર 171 કિમીના અંતરે નોંધાયુ હતું. ભૂકંપના આ આંચકામાં સદનસીબે કોઈ જાનહાની થઈ નહીં હોવાનું જાણવા મળે છે.
લદ્દાખ વિસ્તાર અને ઘાટીના કેટલોક વિસ્તારમાં ભૂકંપની દ્રશ્ટીએ સંવેદનશીલ મનાય છે. 8 ઓક્ટોબર 2005ના રોજ સવારે 8.50 કલાકે 7.6ની ભૂકંપ આવ્યો હતો. તેનુ કેન્દ્ર બિન્દુ પાકિસ્તાનના કબ્જાવાળા પીઓકેના મુઝફ્ફરાબાદમાં નોંધાયું હતું.

