Site icon Revoi.in

બાંગ્લાદેશમાં 3.4 તીવ્રતાનો ભૂકંપ, આફ્ટરશોકની શક્યતા 

Social Share

’બાંગ્લાદેશમાં સોમવારે સાંજે 3.4 તીવ્રતાનો ભૂકંપ નોંધાયો છે. રાષ્ટ્રીય ભૂકંપીય કેન્દ્ર મુજબ ભૂકંપ સ્થાનિક સમય પ્રમાણે સાંજે 5:43 વાગ્યે 10 કિલોમીટર ઊંડી સપાટી પર આવ્યો હતો, જેના કારણે આફ્ટરશોકની શક્યતા હજી પણ યથાવત છે.

ભૂકંપની તીવ્રતા ઓછી હોવા છતાં તેના ઝટકાઓ અનેક વિસ્તારોમાં અનુભવી શકાયા હતા. નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, આવી ઉથલ (shallow) સપાટીના ભૂકંપ વધુ જોખમી ગણાય છે, કારણ કે તેઓ સપાટી પર વધુ પ્રભાવ પાડે છે. આ ભૂકંપ પહેલાં 21 સપ્ટેમ્બરના રોજ પણ બાંગ્લાદેશમાં 4.0 તીવ્રતાનો ભૂકંપ નોંધાયો હતો. સતત આવી આંચકો આપતા ભૂકંપો નિષ્ણાતોને ચિંતિત કરી રહ્યા છે.

નિષ્ણાતોના જણાવ્યા મુજબ, બાંગ્લાદેશ પાંચ મુખ્ય ફોલ્ટ ઝોન પર સ્થિત છે, જેના કારણે આ દેશને ભૂકંપ જોખમવાળા વિસ્તારોમાં ગણવામાં આવે છે. અહીંના ઉત્તરપૂર્વ અને દક્ષિણપૂર્વ વિસ્તારો ભૂકંપ માટે વિશેષ સંવેદનશીલ છે.

Exit mobile version