Site icon Revoi.in

ઈન્ડોનેશિયાની ઘરતી ફરી ધ્રુજીઃ ભૂકંપની તીવ્રતા 5.6 નોંધાઈ, 20ના મોત

Social Share

દિલ્હીઃ  ઈન્ડોનેશિયામાં છેલ્લા થોડા દિવસમાં 2 થી વધુ વખત ભૂકંપ આવવાની ઘટના બની છે ત્યારે આજરોજ 21 નવેમ્બરને સોમવારે ફરી એક વખત ઈન્ડોનેશિયાની ઘરા ઘ્રુજી ઇઠી હતી.

પ્રાપ્ત વિગત પ્રમાણે ઇન્ડોનેશિયાના પશ્ચિમ જાવા પ્રાંતમાં સોમવારે 5.6 ની તીવ્રતાના ભૂકંપના આંચકા આવ્યો હતો આ ભૂકંપમાં અંદાજે 20 જેટલા લોકોના મોત થયા હોવાનો એહવાલ સામે આવ્યો છે.

આ સાથે જ ભૂકંપના કેન્દ્ર બિંદુની વાત કરવામાં આવે તો પશ્ચિમ જાવાના શહેર જ્યાં ભૂકંપનું કેન્દ્ર હતું  એક અધિકારી  મીડિયાને જણાવ્કેયા પ્રમાણે 20 જેટલા લોકોના મોત થયા છે અને 300થી વધુ લોકો ઘાયલ થયા  હોવાની માહિતી આપીછે.આ સાથે જ એમ પણ કહેવામાં આવ્યું છે કે મૃત્યુઆંક અને ઈજાગ્રસ્ત લોકોની સંખ્યા વધી પણ શકે છે.

સોમવારનો ભૂકંપ રાજધાની જકાર્તાથી લગભગ 75 કિમી દક્ષિણપૂર્વમાં સિઆનજુરમાં જમીન પર ત્રાટક્યો હતો અને 10 કિમી ની ઊંડાઈએ હતો,ઇલ્લેખનીય છે કે ત્રણ દિવસ પહેલા પશ્ચિમ ઇન્ડોનેશિયામાં શુક્રવારની રાતે સમુદ્રમાં પણ  ભૂકંપ આવ્યો હતો, પરંતુ જાનમાલના નુકસાનની જાણ નથી.હવામાન અને ભૂ-ભૌતિકશાસ્ત્ર એજન્સી એ ઉમેર્યું હતું કે સુનામીની કોઈ સંભાવના હાલ તો નથી.