Site icon Revoi.in

અસમમાં ભૂકંપના આંચકા અનુભવાયા, રિક્ટર સ્કેલ પર 3.0 ની તીવ્રતા નોંધાઈ

Social Share

નોગાંવ: ભારતમાં ફરી એકવાર ભૂકંપએ લોકોમાં દહેશત ફેલાવી દીધી છે. આ વખતે આજે અસમમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે. રિક્ટર સ્કેલ પર ભૂકંપના આંચકાની તીવ્રતા 3.0 માપવામાં આવી છે. જો કે, ભૂકંપના કારણે કોઈ જાનહાનિ કે નુકસાનના સમાચાર હજુ સુધી મળ્યા નથી.

નેશનલ સેંટર ફોર સિસ્મોલોજીએ આ અંગે માહિતી આપી છે. અસમના નોગાંવમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે. ભૂકંપના આંચકા અનુભવાતા થોડી સેકન્ડો સુધી ધરતી ધ્રૂજતી રહેતા લોકો ગભરાટના માર્યા ઘરોની બહાર દોડી આવ્યા હતા. જો કે, ભૂકંપનો આંચકો ભારે ન હોવાના કારણે લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.

આ પહેલા 17 ડિસેમ્બરે દિલ્હી-એનસીઆરના કેટલાક વિસ્તારોમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 4.2 માપવામાં આવી હતી. ભૂકંપનું કેન્દ્ર રાજસ્થાનના અલવરમાં હતું. તે જ દિવસે રાત્રે 10 વાગ્યાની આસપાસ મણીપુરમાં ભૂકંપ આવ્યો હતો. અહીંના ચાંદપુર વિસ્તારમાં ૩.2 ની તીવ્રતાનો ભુકંપ અનુભવાયો હતો.

આ ઉપરાંત દિલ્હી અને રાષ્ટ્રીય રાજધાની ક્ષેત્રમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. આ પહેલા 2 ડિસેમ્બરે દિલ્હી-એનસીઆરમાં 2.7 ની તીવ્રતા સાથે ભૂકંપના આંચકા અનુભવાયા હતા.

_દેવાંશી