Site icon Revoi.in

અંદામાન-નિકોબારમાં ભૂકંપના આંચકા- રિક્ટર સ્કલે પર તીવ્રતા 4.3

Social Share

 

દિલ્હીઃ-  દેશભરમાં કેટલાક વિસ્તારો એવા છે કે જ્યા ભૂકંપના આંચકાઓની ઘટના અવાર નવરા સામે આવતી હોય છે. છેલ્લા ઘણા વર્ષોથી ભૂકંપના આંચકાઓની ઘટના દેશમાં વઘી છે ત્યારે આજે વહેલી સવારે અંદામાન નિકોબારની ઘરતી ઘ્રુજી ઉઠી હતી.

પ્રાપ્ત માહિતી પ્રમાણે પોર્ટ બ્લેર, આંદામાન અને નિકોબારમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીના જણાવ્યા પ્રમાણે આજે વહેલી સવારે 5 વાગ્યેને 30 મિનિટ પર આંચકા અનુભવાયા હતા. ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 4.3 માપવામાં આવી હતી. ભૂકંપનું કેન્દ્ર ટાપુના 165 કિમી દક્ષિણપૂર્વમાં હતું. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીએ ભૂકંપની પુષ્ટિ કરી છે.

ધરતીકંપ આવવાનું મુખ્ય કારણ પૃથ્વીની અંદર પ્લેટોનું અથડામણ છે. પૃથ્વીની અંદર સાત પ્લેટ છે જે સતત ફરતી રહે છે. જ્યારે આ પ્લેટ્સ કોઈ જગ્યાએ અથડાય છે, ત્યારે ફોલ્ટ લાઇન ઝોન હોય છે અને સપાટીના ખૂણાઓ વળી જાય છે. સપાટીના ખૂણાઓને વળી જવાને કારણે, ત્યાં દબાણ વધે છે અને પ્લેટો તૂટવાનું શરૂ થાય છે. આ પ્લેટો તૂટવાથી અંદર રહેલી ઉર્જા બહાર નીકળવાનો રસ્તો શોધી લે છે, જેના કારણે ધરતી ધ્રુજે છે અને આપણે તેને ભૂકંપ કહીએ છીએ

Exit mobile version