Site icon Revoi.in

અફઘાનિસ્તાનમાં ભૂકંપના આચંકા અનુભવાયા – રિક્ટર સ્કેલ પર તીવ્રતા 4.2 નોંધાઈ

Social Share

દિલ્હીઃ- અફઘાનિસ્તાનમાં અવાર નવાર ભૂકંપના આચંકાઓ આવતા હોય છે થોડા સમય પહેલા જ અહી ભૂકંપે તબાહીના દર્શઅયો સર્જ્યા હતા ત્યારે વિતેલી રાત્રે ફરી એક વખત અફઘાનિસ્તાનમાં ભૂકંપના આચંકા અનુભવાયા છે.

પ્રાપ્ત વિગત પ્રમાણે અફઘાનિસ્તાનમાં મંગળવારે મોડી રાત્રે  આ ભૂકંપના આંચકા અનુભવાયા છે. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર મોડી રાત્રે  1 વાગ્યેને 45 મિનિટ આસપાસ  4.2ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો.

આ સહીત આ ભૂકંપની ઊંડાઈ જમીનથી 267 કિલોમીટર નીચે નોંધવામાં આવી હતી.જો કે ભૂકંપના ઝટકા સામાન્ય હોવાથી તેમાં કોઈ જાનહાનિકે જાનમાલના નુકશાનના સમાચાર મળઅયા નથી.ઉલ્લેખનીય છે કે  પહેલા ઈન્ડોનેશિયાના પશ્ચિમ જાવા વિસ્તારમાં ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા. અહીં તેની તીવ્રતા 6.1 માપવામાં આવી હતી.