Site icon Revoi.in

અરુણાચલ પ્રદેશમાં આવ્યા ભૂકંપના આચંકા – તીવ્રતા 3.8 નોંધાઈ

Social Share

તાજેતરમાં દેશના અનેક ભાગોમાં ભૂકંપ આવવાની ઘટનાઓ બનતી જોવા મળી રહી છે ત્યારે આજે મહારાષ્ટ્રના નાસિકમાં પણ ભૂકંપ આવ્યો છે તો બીજી તરફ આજરોજ બુધવારની સવારે અરુણાચલ પ્રદેશની ઘરા પણ ઘ્રુજી ઉઠી હતી.

અરુણાચલ પ્રદેશમાં આજરોજ બુધવારે સવારે  સવારે 7 વાગે  ભૂકંપ આવ્યો હતો. આ આંચકાઓ નોંધાયા હતા. ભૂકંપનું કેન્દ્ર રાજ્યના બાસર વિસ્તારથી 58 કિલો મીટર ઉત્તર-પૂર્વમાં હોવાનું જાણવા મળ્યું છે. ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 3.8 માપવામાં આવી છે.

આ સાથે જ ભૂતંપના આચંકાઓ આવતા લોકો ભયભીત થઈ ઉઠ્યા હતા મોટા ભાગના લોકો સવાર હોવાથી સુતા હતા તેઓએ ઊંધમાં કઈ ઘ્રુજતું હોય તેવા આચંકાઓ અનુભવ્યા હતા, આ સાથે જ કહેવામાં આવી રહ્યું છે કે ભૂકંપનું કેન્દ્ર પૃથ્વીથી 10 કિમી નીચે હતું. જો કે હજુ સુધી કોઈ જાન-માલના નુકસાનના સમાચાર નથી.

Exit mobile version